વર્ષ 2020માં આ છ રાશિઓના ખિસ્સામાં એક રૂપિયો રહેશે નહીં, મુશ્કેલભર્યો રહેશે સમય

Religion

અમદાવાદઃ આર્થિક રાશિફળ 2020ના પ્રમાણે, નવા વર્ષમાં છ એવી રાશિઓ છે, જેમનું આર્થિક જીવન સામાન્ય રહેશે અથવા ધનને લઈ નુકસાન ઉઠાવવું પડે. આ રાશિફળમાં અમે તમને ઉપાય પણ બતાવીશું, જેનાથી તમારું આર્થિક જીવન સારું બનાવામાં સફળ થશો. જાણીએ કઈ છ રાશિઓ માટે આર્થિક જીવન સામાન્ય રહેશે.

વૃષભ : આર્થિક દૃષ્ટિથી જોઈએ તો વર્ષ 2020 તમારા માટે વધુ અનુકૂળ રહેશે નહીં. વર્ષના મધ્યમાં તમને આર્થિક નિર્ણય લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો તમે કોઈ મોટો આર્થિક નિર્ણય લેવાના હોવ તો સમજી-વિચારીને લેવો. જૂન તથા સપ્ટેમ્બર મહિનામાં નાણાકીય લાભ થઈ શકે છે. ઉપાયઃ વિધિ અનુસાર શુક્ર યંત્રની સ્થાપના કરી તેની રોજ પૂજા કરો.

મિથુન: નવા વર્ષમાં મિથુન રાશિના જાતકોનું આર્થિક જીવન મિશ્ર રહેશે. આ વર્ષએ કોઈ પણ નાણાકીય ખોટો નિર્ણય લેવાને કારણે ધનનું નુકસાન જઈ શકે છે. 2020માં દેવામાં વધારો થઈ શકે છે. આવક સામાન્ય રહેશે પરંતુ બચત કરવાનો પ્રયાસ કરવો. ઉપાયઃ દર બુધવારે ગણપતિની પૂજા આરાધના કરવી

કર્ક : નાણાકીય જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. આ વર્ષે તમારા ખિસ્સામાં પૈસા આવશે પરંતુ પૈસા ટકશે નહીં. ઘરમાં માંગલિક કાર્યને કારણે ઉધારી વધતી જશે. પરિવારનો હેલ્થ ઈન્સ્યોરન્સ લીધો હોય તો તે સારી વાત છે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે, જેથી ખર્ચમાં વધારો થશે. ઉપાયઃ દર સોમવારે શિવલિંગને જળ અભિષેક કરો

સિંહ : મજબૂત આર્થિક પ્રબંધનની આવશ્યકતા રહેશે. જુલાઈથી નવેમ્બર સુધી નાણાકીય પરિસ્થિતિ સારી રહેશે. આ વર્ષે ખર્ચ ઓછો કરવાની જરૂર છે, જેથી તમારું બજેટ બગડે નહીં. ધનની બચત અથવા આવકના નવા સ્ત્રોતનું સર્જન કરો અને પૈસાનું રોકાણ કરો.ઉપાયઃ દર રવિવારે સૂર્યને જળ અર્ધ્ય કરો.

તુલા : નવા વર્ષમાં તુલા રાશિના જાતકો માટે નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરવો પડશે. કાર્યક્ષેત્રમાં આ વર્ષે પગાર વધે તેમ ઈચ્છતા હોવ તો તમારે વધુ મહેનત કરવાની જરૂર છે. અન્ય સ્ત્રોતથી આવક કમાવવાનો પ્રયાસ કરવો. ઉપાયઃ મહિલાઓનું સન્માન કરો અને દર શુક્રવારે નાની-નાની છોકરીઓના આશીર્વાદ લો.

મકર : આ રાશિના જાતકો માટે 2020 પડકારભરેલું રહેશે. આ વર્ષે તમારી ભૂલને કારણે ધનનું નુકસાન થઈ શકે છે. આર્થિક સંકટથી બચવા માટે બજેટ પ્લાન કરો. નાણાની લાલચમાં આવીને અનૈતિક કે ગેરકાયદેસર કામ ના કરો. ઉપાયઃ દર શનિવારે શનિ મંદિરમાં સરસીયાંનું તેલ ચઢાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *