Monday, April 15, 2024
Google search engine
HomeSportsમાનચેસ્ટરમાં લહેરાયો તિરંગો, ભારતે વેસ્ટઈન્ડિઝને 125 રનથી હરાવ્યું

માનચેસ્ટરમાં લહેરાયો તિરંગો, ભારતે વેસ્ટઈન્ડિઝને 125 રનથી હરાવ્યું

લંડન: ભારતીય બોલરોના જોરદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયાએ ગુરૂવારે વેસ્ટઈન્ડિઝને 125 રનથી હરાવી પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો હતો. માનચેસ્ટરમાં રમાયેલા એક તરફી મુકાબાલમાં ટોસ જીતની પહેલાં બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 268 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટઈન્ડિઝની આખી ટીમ 143 રન પર પેવલીયન તરફ ફરી હતી.

ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી (72), એમ એસ ધોની (56*), કે એલ રાહુલ (48) અને હાર્દિક પંડ્યાએ 46 રનની ઈનિંગ રમી હતી. બોલિંગમાં મોહમ્મદ શમીએ સૌથી વધુ ચાર, જસપ્રીત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલે બે-બે વિકટ અને હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી. શાનદાર અને સંઘર્ષમય ઈનિંગ માટે વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

હાલના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા એક પણ મેચ હાર નથી. ટીમ ઈન્ડિયાની આ સતત પાંચમી જીત છે, જ્યારે એક મેચ ન્યુઝીલેન્ડ સામે વરસદારના કારણે ધોવાઈ ગઈ હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં 11 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. જ્યારે વેસ્ટઇન્ડિઝની ટીમ ત્રણ પોઈન્ટ સાથે સાતમાં સ્થાન પર છે.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કેરેબીયન ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી .પાંચમી ઓવરના ચોથા બોલ પર મોહમ્મદ શમીએ ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલને આઉટ કર્યો હતો. ગેલ આઉટ થયાના થોડાં જ સમયમાં શમીએ શાઈ હોપને પેવેલીયનનો રસ્તો દેખાડ્યો હતો. ત્યાર પછી નિકોલસ પૂરન અને અંબરીસે ઈનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો, પણ 17.6 ઓવરમાં હાર્દિક પંડ્યાએ અંબરીસ (31)ને આઉટ કરી વિન્ડિઝને ત્રીજો ઝટકો આપ્યો હતો. ભારતની ચોથી સફળતા સ્પિનર કુલદીપ યાદવે અપાવી હતી. કુલદીપે નિકોલસ પૂરન (28)ને શમીને હાથે કેચ આઉટ કરાવી ચાલતો કર્યો હતો.ત્યાર બાદ વિન્ડિઝનો કોઈ બેટ્સમેન પીચ પર લાંબુ ટકી શક્યો નહોતો અને આખી ટીમ 34.2 ઓવરમાં માત્ર 143 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.

એ પહલાં ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી (72), એમ એસ ધોની (56*), કે એલ રાહુલ (48) અને હાર્દિક પંડ્યાએ 46 રન બનાવ્યા હતા ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને 269 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિન્ડિઝ તરફથી કેમારે રોચે સૌથી વધુ ત્રણ જ્યારે કેપ્ટન જેસન હોલ્ડર અને શેલ્ડન કોટરેલે બે-બે વિકટે ઝડપી હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities ? into this exciting adventure of discovery and let your mind fly! ? Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the realms of awe! ?

  2. I participated on this casino platform and won a significant sum of money, but after some time, my mom fell ill, and I required to withdraw some money from my balance. Unfortunately, I faced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I implore for your assistance in reporting this website. Please assist me to obtain justice, so that others won’t have to undergo the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities ? into this exciting adventure of imagination and let your imagination roam! ? Don’t just explore, experience the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the worlds of awe! ?

  4. I took part in this casino site and managed a significant cash prize. However, afterward, my mother fell became very sick, and I had to withdraw some funds from my balance. Regrettably, I faced problems and couldn’t complete the withdrawal. Tragically, my mom passed on due to this casino site. I strongly appeal for your assistance in raising awareness about this platform. Please support me in seeking justice, so that others do not have to the grief I’m going through today, and avoid them from going through the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page