Friday, April 19, 2024
Google search engine
HomeBusinessદેશના કોઈ પણ રાજ્યમાં વાહન ખરીદો લાગશે એક સમાન ટેક્સ, નહીં બદલવી...

દેશના કોઈ પણ રાજ્યમાં વાહન ખરીદો લાગશે એક સમાન ટેક્સ, નહીં બદલવી પડે નંબરપ્લેટ!

નવી દિલ્હી: કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રાલય વાહનોની ખરીદ-વેચાણની પ્રકિયાને સરળ બનાવવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે. જે અંતર્ગત વાહનોને એક રાજ્યમાંથી ખરીદી બીજા રાજ્યમાં લઈ જવા પર બીજી વખત રજીસ્ટ્રેશન નહીં કરાવવું પડે અને વ્હીકલ નંબર પ્લેટ પણ નહીં બદલવી પડે. આ ઉપરાંત દેશભરમાં એક સમાન રજીસ્ટ્રેશન ટેક્સ લગાવવા પર વિચાર ચાલી રહ્યો છે.

આ પ્રકારના હોઈ શકે છે ટેક્સના દર

મંત્રાલયના સૂત્રો મુજબ દેશભરમાં એક સમાન ટેક્સ લાગુ કરવાની વિચારણા ચાલી રહી છે. જે અંતર્ગત 10 લાખથી ઓછી કિંમતના વ્હિકલ પર 8 ટકા ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ છે. 10થી 20 લાખની કિંમતના વ્હિકલ પર 10 ટકા ટેક્સ અને 20 લાખથી મોંઘા વ્હીકલ પર 12 ટકા ટેક્સ લગાવવામાં આવી શકે છે. પ્રસ્તાવ હજી તેના શરૂઆતના તબક્કામાં છે, જેને લઈ મંત્રાલયો વચ્ચે વાતચીત ચાલુ છે.

જે રાજ્યોમાં ટેક્સ ઓછો ત્યાં કારનું વધુ વેચાણ

કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રાલયે આ અંગે રાજ્ય સરકારોને પત્ર લખીને રાજ્યો વચ્ચે એક સમાન રજીસ્ટ્રેશન ટેક્સ લગાવવા અંગે સૂચનો માંગ્યા છે. હાલનો ટ્રેન્ડ જોઈએ તો તે રાજ્યોમાં વધું કારનું વેચાણ થાય છે, જ્યાં ટેક્સ ઓછો લાગે છે. આનાથી કાર અને અન્ય વ્હિકલ ગ્રાહકોને સસ્તા પડે છે.

આરટીઓ પાસે લેવાનું હોય છે એનઓસી

હાલના સમયમાં જો વાહન એક શહેરથી બીજા શહેરમાં શિફ્ટ કરવામાં આવે તો માલિકે વાહનનું રી-રજીસ્ટર્ડ કરાવવાનું હોય છે. સાથે જ આરટીઓમાંથી એનઓસી લેવાનું રહે છે. ઉપરાંત બીજી વખત ટેક્સ ચૂકવવો પડે છે અને નવો નંબર લેવો પડે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #MindBlown ? into this exciting adventure of knowledge and let your imagination roam! ? Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page