Thursday, April 11, 2024
Google search engine
HomeNationalડોલો-650 દવા કેમ રાતોરાત બની લોકપ્રિય? લોકો 20 મહિનામાં જ 350 કરોડ...

ડોલો-650 દવા કેમ રાતોરાત બની લોકપ્રિય? લોકો 20 મહિનામાં જ 350 કરોડ ટેબ્લેટ ખાઈ ગયા

આજકાલ એક દવાએ આખા દેશમાં ઘેલું લગાડ્યું છે. આ દવાનો ઘરે ઘરે ઉપયોગ થઈ રહ્યો છે. કોરોનાકાળમાં ચણા-મમરાની જેમ ખવાતી આ દવાનું નામ છે ડોલો-650. તમને જાણીને નવાઈ લાગશે પણ માર્ચ 2020થી ડિસેમ્બર 2021 સુધીમાં એટલે કે કોરોના મહામારીના 20 મહિનામાં 567 કરોડ રૂપિયાની 350 કરોડ ડોલો-650ની ટેબ્લેટ વેચાઈ છે.

ક્રોસિનને પછાડી ડોલો રૂ. 307 કરોડના વેચાણ સાથે 2021માં ભારતની બીજી સૌથી વધુ વેચાતી એન્ટી-ફીવર અને એનાલ્જેસિક દવા બની છે. જો 1.5 સેમી લાંબી ડોલોની આ 350 કરોડ ટેબ્લેટને એક ઉપર એક મૂકવામાં આવે તો માઉન્ટ એવરેસ્ટ જેવા 6 હજાર પર્વતો ઊભા થઈ શકે છે. આ એટલી ઊચાઈ છે, જેમાં 63 હજાર બુર્જ ખલીફા બની શકે છે. ડોલો-650ની લોકપ્રિયતા એટલી છે કે તેના ફની મીમ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યાં છે.

ડોલો-650 કોણ બનાવે છે?
ડોલો 650 બેંગલુરુ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની માઇક્રો લેબ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે. કંપનીની શરૂઆત 1973માં ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રિબ્યુટર જીસી સુરાણા દ્વારા કરવામાં આવી હતી. આજે આ કંપની તેમના પુત્ર દિલીપ સુરાણા ચલાવે છે. દિલીપ સુરાનાને ફાર્મા ઈન્ડસ્ટ્રિઝમાં 30 વર્ષનો લાંબો અનુભવ છે. આ દવા આટલી લોકપ્રિય બ્રાન્ડ બનશે તેનો અંદાજ દિલીપ સુરાનાને પણ બિલકુલ નહોતો. કેમ કે કંપનીએ આ ટેબ્લેટની લોકો વચ્ચે સીધી ક્યારેય એડવર્ટાઈઝ કરી નથી.

આ રીતે બની થઈ ડોલો-650ની શોધ
ડોલો-650ની લોકપ્રિયતા અંગે દિલીપ સુરાનાએ મીડિયાને કહ્યું હતું કે પેરાસિટામોલ 500 એમજીનું બજાર હંમશા તેજીમાં રહેતું હતું. એટલે ઘણી બધી કંપનીઓએ પેરાસિટામોલ 500 એમજી બનાવે છે અને વેચે છે. પણ દિલીપ સુનાનાને લાગ્યું કે પેરાસિટામોલ 500 એમજીને કંઈક અલગ અંદાજમાં રજૂ કરવી જોઈએ. પેરાસિટામોલ 500 ફક્ત તાવ અને કળતરમાં રાહત આપે છે. પણ દર્દ-કળતર અને તાવની સીમા વધારવામાં આવી, કેમ કે દર્દ અને તાવ ઘણા પ્રકારનો હોય છે. આ જ વિચાર કરીને પેરાસિટામોલ 650 બજારમાં ઉતારવામાં આવી, જેનું નામ પાછળથી ડોલો 650 રાખવામાં આવ્યું.

કોરોનામાં ઘરે ઘરે પહોંચી ગઈ ડોલો-650
દિલીપ સુરાનાએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી ડોલો 650 માર્કેટમાં હતી, પણ હાલમાં તેને સૌથી વધુ લોકપ્રિયતા મળી. જેના અનેક કારણો છે. તાવ અને શરીરમાં કળતર કોરોનાનું મુખ્ય લક્ષણ છે, જેના માટે ડોલો-650 સૌથીથી સારી દવા બની શકે છે. કોવિડ દરમિયાન લોકો કોરેન્ટાઈન હતા, એટલું જ નહીં ડોક્ટરો પણ દર્દીઓને તપાસી શકતા નહોતા.આ દરમિયાન ડોલો-650નું નામ વોટ્સઅપ અને એસએમએસમાં ખૂબ પ્રસારિત થયું. કદાચ એટલે જ કોરોના દરમિયાન એક વ્યક્તિના મોંઢામાંથી નીકળેલી વાત કોઈક બીજા પાસે પહોંચવા લાગી અને જોતજોતામાં અસંખ્ય લોકો યુઝ કરવા લાગ્યા. એટલું જ નહીં એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં મૂળ જાણ્યા વિના ખૂબ જ તાવ આવે છે. અહીં અમે ડોલો 650ને ડોક્ટર્સ માટે પ્રમોટ કરવાનું શરૂ કર્યું. તબીબોએ હાઈ ફીવરના કોન્સેપ્ટને સ્વીકારીને તેના પ્રિસ્ક્રિપ્શનમાં વધારો કર્યો હતો. આજે ડોલો-650 દેશના અનેક પરિવાર પાસે પહોંચી ગઈ છે.

પેરાસિટામોલનું બીજું નામ બની ડોલો
પેરાસિટામોલ એ એક જિનરિક સોલ્ટ છે, સામાન્ય રીતે દુખાવા અને તાવ માટે ઉપયોગમાં લેવાય છે. એ 1960થી માર્કેટમાં છે. એ ક્રોસિન હોય, કાલપોલ હોય કે ડોલો હોય; ફાર્મા કંપનીઓ વિવિધ બ્રાન્ડ નામો હેઠળ માત્ર પેરાસિટામોલ મીઠું વેચે છે. જેમ બોટલના પાણી માટે બિસ્લેરી બ્રાન્ડનો ઉપયોગ થાય છે અને ફોટોકોપી માટે ઝેરોક્સ બ્રાન્ડનો ઉપયોગ થાય છે, એવી જ રીતે લોકો પેરાસિટામોલને ડોલો તરીકે ઓળખવા લાગ્યા છે. લોકો માત્ર DOLO-650 જ નથી ખરીદી રહ્યા, જાન્યુઆરી 2020માં કોરોના મહામારી પછી 2 લાખથી વધુ લોકોએ ગૂગલ પર કીવર્ડ ‘ડોલો 650’ સર્ચ કર્યું છે.

ડોલો-650માં શી ખાસિયત છે?
મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના HOD ડૉ. વી.પી. પાંડેના જણાવ્યા અનુસાર, ‘વર્ષોથી તાવ માટે પેરાસિટામોલ સૌથી અસરકારક દવા છે. એનાથી તાવ ઝડપથી ઓછો થાય છે. એની આડઅસર ઓછી છે. તે બાળકોથી લઈને વૃદ્ધોને આરામથી આપી શકાય છે. માર્કેટમાં સેંકડો બ્રાન્ડના પેરાસિટામોલ સોલ્ટ ઉપલબ્ધ છે.

ડોલો-650ની લોકપ્રિયતા અંગે ડૉ. વી.પી. પાંડે કહે છે, “આનાં બે મુખ્ય કારણો છે. પહેલું કારણ, આ દવાનું નામ જીભ પર ચડી જાય છે અને એ દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ છે. તેના સ્પર્ધકો પિરીજેસિક, પેસિમોલ, ફેપેનિલ અને પેરાસિપ વગેરે છે, જે બોલવું અને લખવાનું મુશ્કેલ બનાવે છે. બીજું, આ દવા 650 મિલિગ્રામમાં આવે છે, જેના કારણે તેની અસર લાંબા સમય સુધી રહે છે, તેથી જ તબીબો એને વધુ તાવમાં પ્રિસ્ક્રાઈબ કરે છે.

કોરોનાની લહેરમાં ડોક્ટરોએ ખૂબ ડોલો લખી. એકબીજાને જોઈને લોકો જાતે જ મેડિકલ સ્ટોર પર ગયા અને ડોલો-650 ખરીદવા લાગ્યા, એટલે કે ડોલોએ ઓવર કાઉન્ટર દવામાં ક્રોસિનનું સ્થાન લીધું અને માત્ર 20 મહિનામાં વેચાણનો રેકોર્ડ તોડી નાખ્યો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! ? Embark into this thrilling experience of discovery and let your mind fly! ? Don’t just explore, savor the thrill! ? Your brain will thank you for this exciting journey through the realms of awe! ?

  2. I engaged on this gambling website and succeeded a significant amount, but eventually, my mother fell sick, and I needed to take out some money from my balance. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to this online casino. I implore for your help in lodging a complaint against this site. Please support me to achieve justice, so that others won’t have to face the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page