આજના સિવીલ એન્જિનિયરનું ચકરાઈ જશે માથું, જ્યારે જોશે 2000 વર્ષ જૂનું ભારતનું આ અદ્દભૂત કારનામું

Feature Right National

અમદાવાદઃ ભારતમાં વાસ્તુ કળાના એકથી ચડિયાતા એક ઉદાહરણ છે હવે તો ભારત ખેડૂતોનો દેશ કહેવાય છે પરંતુ એક સમયે ભારત શિલ્પકારોનો દેશ કહેવાતો હતો. અહીંયા એકથી એક ઉત્તમ વૈજ્ઞાનિક નિયમોને પડકાર આપે તેવી ઈમારતો છે. 2000 વર્ષ પહેલાં ભારતમાં અદ્દભૂત બંધ બાંધવામાં આવ્યો હતો.

કલ્લાનાઈ બંધઃ કલ્લાનાઈ બંધ અથવા ગ્રાન્ડ એનિકટ બંધ ભારતના પ્રાચીન બંધમાંથી એક છે. સમયની સાથે અનેક બિલ્ડિંગ્સ ખંડેર બની જાય છે પરંતુ 2000 વર્ષો બાદ પણ આ બંધ એમનો એમ છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.

કાવેરી નદીના પ્રાકૃતિક વહેણને રોકવા માટે આ બંધ બનાવવામાં આવ્યો હતો, જ્યારે આ બંધ બનાવવામાં આવ્યો ત્યારે તેની આસપાસ રહેતા લોકો ભયંકર પૂરથી બચી શકતા હતાં. પથ્થરોથી બનાવવામાં આવ્યો છેઃ આ બંધ નાના-મોટા પથ્થરોથી બનાવવામાં આવ્યો છે. આની લંબાઈ 329 મીટર તથા પહોળાઈ 20 મીટર છે. 19મી સદીમાં આ બંધને કેપ્ટન કાલ્ડવેલે બીજાવાર બનાવવામાં આવ્યો હતો. 20મી સદીની શરૂઆતમાં આ બંધને કારણે અનેક લાખ એકર જમીનમાં સિંચાઈ થતી હતી. આ બંધ બનાવ્યો તે સમયે માત્ર 69 હજાર એકરમાં સિંચાઈ થતી હતી.

કેવી રીતે પહોંચવું? તમિળનાડુના તંજાવુર જિલ્લાથી અહીંયા સરળતાથી આવી શકાય છે. તંજાવુરથી આ બંધ 47 કિમી દૂર છે. તિરુચિરાપલ્લી ડેમથી માત્ર 16 કિમી દૂર છે અને અહીંથી ચેન્નઈ સરળતાથી પહોંચી શકાશે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *