Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightપત્નીએ માથું ચૂમ્યું, પુત્ર-પુત્રીઓએ સેલ્યૂટ કરી જવાનને આપી અંતિમ વિદાઈ, 4 મહિનામાં...

પત્નીએ માથું ચૂમ્યું, પુત્ર-પુત્રીઓએ સેલ્યૂટ કરી જવાનને આપી અંતિમ વિદાઈ, 4 મહિનામાં થવાના હતા રિયાટર

ચંદીગઢ: હરિયાણાના જિંદ જિલ્લામાં રહેતા આસામ રાઇફલમાં તૈનાત સુબેદાર બલવિંદરસિંહનો પાર્થિવ દેહ મંગળવારે બપોરે તેમના ઘરે પહોંચ્યો હતો. બલવિંદરસિંહ સોલન સ્થિત એક બિલ્ડિંગ તૂટી પડતાં કાટમાળ નીચે દબાઈ જતા શહીદ થયા હતા. બલવિંદરને તેમના 9 વર્ષના પુત્રે મુખાગ્નિ આપી હતી. અંતિમ યાત્રામાં અનેક લોકો સામેલ થયા હતા.

48 વર્ષીય બલવિંદરસિંહ આસામ રાઈફલમાં હેડક્લાર્કનું કામ જોતા હતા. રવિવાર સાંજે તેઓ હિમાચલપ્રદેશના સોલન શહેરમાં એક રેસ્ટોરન્ટમાં પોતાના સાથીદારો સાથે બેસીને ચા પી રહ્યા હતા, ત્યારે બિલ્ડિંગ ભાંગી પડી હતી અને તમામ જવાનો દબાઈ ગયા હતા. જેમાં 13 જવાનો શહીદ થયા હતા. શહીદોમાં બલવિંદરસિંહ પણ સામેલ હતા. બલવિંદરસિંહ પોતાના પાછળ પત્ની મોનિકા, મોટી પુત્રી રોહિણી, નાની પુત્રી કુસુમ તેમજ એક પુત્ર જતીનને છોડી ગયા છે. આસામ રાઈફલમાં તૈનાત હવલદાર રાજભજે જણાવ્યું હતું કે બલવિંદરસિંહ ખૂબ જ બહાદુર અધિકારી હતા. ચાર મહિનામાં જ રિટાયર થવાના હતા. બલવિંદર ત્રણ ભાઈમાં સૌથી મોટા હતા.

પુત્રને સેનામાં મોકલવાનું હતું સપનું

બલવિંદરના ભાઇ પરવિંદરે જણાવ્યું કે બલવિંદરે જિંદના રામબીર કોલોનીમાં ચાર વર્ષ પહેલાં જ મકાન ખરીદ્યું હતું. તે પોતાની મોટી દિકરી રોહિણીના બે-ત્રણ વર્ષમાં લગ્ન કરવાના હતા. બલવિંદરનું સપનું હતું કે તેના પુત્ર જતીનને સેનામાં મોકલે. આ માટે તે પુત્રને કોચિંગ લેવા માટે ક્યાંક બહાર મોકલવાના પણ હતા.

જૂના સાથીદારો સાથે મનાવી રહ્યા હતા પિકનિક

હવલદાર રાજભજે જણાવ્યું હતું કે બલવિંદર પોતાના જૂના સાથીદારો સાથે પિકનિક મનાવી રહ્યા હતા. તેમની બટાલીયનના અંદાજે 30 લોકો એવા હતા, જે એક સાથે સેનામાં ભરતી થયા હતા અને ચાર-પાંચ મહિના પછી રિટાયર થવાના હતા. તમામ સાથીદારીઓ ઘણા વર્ષો પછી ભેગા થયા હોવાથી પિકનિકનો પ્લાન બનાવ્યો હતો. પિકનિક દરમિયાન તેઓ આ રેસ્ટોરન્ટમાં ગયા હતા અને ચાનો ઓર્ડર આપ્યો હતો. જોકે બલવિંદર ચા પીતા નહોતા પણ પોતાના સાથીદારો સાથે બેસવા રેસ્ટોરન્ટમાં ગયા હતા.

 

 

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits Embark into this cosmic journey of knowledge and let your mind roam! ? Don’t just read, immerse yourself in the excitement! ? Your mind will thank you for this exciting journey through the dimensions of awe! ?

  2. I played on this gambling website and managed a considerable cash, but after some time, my mom fell sick, and I needed to take out some money from my casino account. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to the gambling platform. I plead for your help in bringing attention to this site. Please help me to obtain justice, so that others won’t face the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of discovery and let your imagination roam! ? Don’t just explore, savor the thrill! ? Your mind will thank you for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page