Wednesday, April 17, 2024
Google search engine
HomeSportsઆ છે ભારતના સૌથી ભણેલા ગણેલા ક્રિકેટર્સ, એક તો છે IAS તો...

આ છે ભારતના સૌથી ભણેલા ગણેલા ક્રિકેટર્સ, એક તો છે IAS તો એક એન્જિનિયર

અમદાવાદઃ હાલમાં કોરોનાકાળની વચ્ચે આઈપીએલનો માહોલ ગરમ છે. લોકો કોરોનાને બે ઘડી ભૂલીને આઈપીએલની મજા માણી રહ્યાં છે. આમ પણ ભારતમાં ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમત છે. ક્રિકેટર્સ પણ સો.મીડિયામાં પોતાની રૂટિન અપડેટ આપતા રહેતા હોય છે. જોકે, ઘણાં ઓછા ક્રિકેટપ્રેમીઓને ખ્યાલ હશે કે ભારતના સૌથી ભણેલા ક્રિકેટર્સ કોણ છે. આજે આપણે ભારતના સૌથી વધુ ભણેલા 8 ક્રિકેટર્સ અંગે વાત કરીશું.

1.રાહુલ દ્વવિડ (એમબીએ): રાહુલ દ્વવિડ ધ વોલના નામથી જાણીતો છે. ભારતીય ક્રિકેટમાં રાહુલ દ્વવિડનું યોગદાન ઘણું જ છે. દ્વવિડે બેંગલુરુના સેન્ટ જોસેફ કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી એમબીએ કર્યું છે.

2.અનિલ કુંબલે (મિકેનિકલ એન્જિનિયર): અનિલ કુંબલે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવામાં ત્રીજા નંબરે છે. તેણે 619 વિકેટ લીધી છે. શેન વોર્ન 708 તથા મુરલીધરન 800 ટોપ ટુમાં છે. અનિલે રાષ્ટ્રીય વિદ્યાલય કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

3.જવાગલ શ્રીનાથ (ઈન્સ્ટ્રૂમેન્ટેશન એન્જિનિયર): ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં જવાગલ શ્રીનાથનું નામ ઘણાં જ આદર સાથે લેવામાં આવે છે. ભારતના સૌથી સારા બોલર્સમાં એક શ્રીનાથે મૈસૂરની શ્રી જયાચમારાજેન્દ્ર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઈન્સ્ટ્રૂમેન્શન એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. શ્રીનાથે 551 વિકેટ લીધી છે, જેમાં 67 ટેસ્ટમાં 236 તથા 229 વનડેમાં 315 વિકેટ સામેલ છે.

4.રવિચંદ્રન અશ્વિન (આઈટી એન્જિનિયર): ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્ત્વ તથા સૌથી સફળ બોલર્સમાંથી એક રવિચંદ્રન અશ્વિને ચેન્નઈમાંથી એસએસએન કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બીટેક (આઈટી એન્જિનિયર) કર્યું છે. અશ્વિને ભારત માટે અત્યાર સુધી ટેસ્ટમાં 400થી વધુ વિકેટ લીધી છે. વનડેમાં 150 તથા ટી20માં 52 વિકેટ લીધી છે.

5.આવિષ્કાર સાલવી (પોસ્ટ ડોક્ટરેટ ઈન એસ્ટ્રોફિઝિક્સ): તમે કદાચ આ પહેલાં ક્રિકેટરનું નામ સાંભળ્યું નહીં હોય, પરંતુ આવિષ્કારે માત્ર 4 વન ડે મેચ રમી છે. આવિષ્કારે એસ્ટ્રોફિઝિક્સમાં ડોક્ટોરેટ કર્યું છે.

6.મુરલી વિજય (ડિગ્રી ઈન ઈકોનોમિક્સ એન્ડ ફિલોસોફી) : મુરલી વિજય ભારતીય ક્રિકેટનું જાણીતું નામ છે. વિજયની પાસે ઈકોનોમિક્સ એન્ડ ફિલોસોફીની ડિગ્રી છે. 36 વર્ષીય મુરલીએ ભારત માટે 61 ટેસ્ટની 105 ઈનિંગમાં 3981 તથા 17 વન ડે મેચની 16 ઈનિંગમાં 339 રન કર્યા છે. આઈપીએલની 106 મેચની 106 ઈનિંગમાં 2619 રન કર્યા છે.

7.અજિંક્ય રહાણે (બીકોમ) : અજિંક્ય રહાણે પાસે બીકોમની ડિગ્રી છે. રહાણે અત્યાર સુધી 70 ટેસ્ટ મેચમાં 4500થી વધુ રન કર્યા છે. 98 વનડે મેચમાં 2952 રન તથા ટી20માં 375 રન બનાવ્યા છે.

8. અમય ખુરાસિયા (આઈએએસ ઓફિસર): ભારતીય ક્રિકેટર ટીમ તરફથી અમય 12 વનડે રમ્યો છે. અમયે 1999માં આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટની દુનિયામાં પગ મૂક્યો હતો. તેણે પહેલી મેચ શ્રીલંકાની સામે રમી હતી. 45 બોલમાં 57 રન કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે, અમય હાલમાં ઈન્ડિયન કસ્ટમ્સ એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝમાં ઈન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. અમયે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! ? Embark into this thrilling experience of knowledge and let your imagination fly! ✨ Don’t just explore, immerse yourself in the excitement! ? Your mind will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

  2. I played on this casino platform and managed a considerable amount, but after some time, my mom fell sick, and I needed to take out some funds from my account. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to this gambling platform. I plead for your assistance in bringing attention to this site. Please assist me to obtain justice, so that others won’t have to experience the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page