Saturday, April 13, 2024
Google search engine
HomeNationalભારતીયોની વિદેશમાં શરમજનક હરકત, ભારતનું નામ બોળ્યું, જાણો શું છે સમગ્ર ઘટના?

ભારતીયોની વિદેશમાં શરમજનક હરકત, ભારતનું નામ બોળ્યું, જાણો શું છે સમગ્ર ઘટના?

નવી દિલ્હીઃ હોટલના રૂમમાંથી સામાન ચોરાતા ભારતીય પ્રવાસીઓનો એક શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 2 મિનિટ 20 સેકન્ડનો આ વીડિયો ઈન્ડોનેશિયાના બાલીનો છે. જેમાં હોટલનો એક કર્મચારી રિસોર્ટની બહાર ભારતીય પરિવારની બેગ તપાસે છે. પહેલાં તો ભારતીય પરિવારે હોટલના સ્ટાફ સાથે દલીલો કરી હતી. જોકે, તો પણ હોટલ કર્મચારીએ સામાનની તલાશી લીધી હતી. બેગમાંથી ભારતીય પરિવારે જે વસ્તુઓ ચોરી હતી, તે તમામ નીકળી હતી.

શું નીકળ્યું?
આ સામાનમાં ટુવાલ, ઈલેક્ટ્રોનિક તથા સજાવટની વસ્તુઓ ઉપરાંત અન્ય વસ્તુઓ સામેલ હતી. વીડિયોમાં એક મહિલા અન્ય એક વ્યક્તિને કહે છે કે તે માફી માગે છે. આ ફેમિલી ટૂર છે અને તેઓ આના પૈસા આપી દેશે. તેમને જવા દેવામાં આવે, કારણ કે તેમણે ફ્લાઈટ પકડવાની છે. વીડિયોમાં અન્ય કર્મચારીઓ પણ પરિવારના સામાનની તલાશી લે છે. એક વ્યક્તિ એમ પણ કહે છે કે તે પૈસા આપી દેશે. જોકે, હોટલના કર્મચારીઓ પૈસા લેવાની ના પાડે છે.

હેમંત નામના વ્યક્તિએ વીડિયો પોસ્ટ કર્યો
તે કહે છે કે તેને ખ્યાલ છે કે તમારી પૈસા છે પરંતુ આ વાત સન્માનજક નથી. આ વીડિયો હેમંત નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, જેને કેપ્શન આપવામાં આવ્યું હતું, ભારત માટે ઘણું જ શરમજનક. જે પણ વ્યક્તિ પાસે ભારતીય પાસપોર્ટ છે, તેણે ધ્યાનમાં રાખવું છે કે આપણે દેશના એમ્બેસેડર છીએ અને એ જ રીતે વર્તન કરવું જોઈએ. ભારતે તે તમામ લોકોના પાસપોર્ટ રદ્દ કરી દેવા જોઈએ, જે આપણી વિશ્વસનીયતાને ખરાબ કરે છે.

તીખી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સે તીખી પ્રતિક્રિયા કરી છે. એક વ્યક્તિએ કહ્યું હતું કે આ તમામ ભારતીયો માટે ખરાબ છે. અન્ય એકે કહ્યું હતું કે ઘણું જ નીંદનીય. જે લોકો આ પરિવારને ઓળખે છે, તેમણે આ વીડિયો વ્હોટ્સએપ પર શૅર કરવો જોઈએ, જેથી તે ભારત આવીને કોઈને મોં ના બતાવી શકે. સરકારે પણ તમામ એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ જાહેર કરવી જોઈએ, જેથી જ્યારે ભારત આવે ત્યારે તેમની ધરપકડ કરી શકાય.

 

હોટલમાંથી ચેકઆઉટ કર્યાં બાદ પાર્કિંગમાં હોટલ કર્મચારીએ આ ભારતીય પરિવારની તમામ બેગ્સ ચેક કરી હતી
બેગમાંથી ટુવાલ, ઈલેકટ્રોનિક્સ સામાન સહિતની ઘણી વસ્તુઓ નીકળી હતી
RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #MindBlown ? into this thrilling experience of imagination and let your mind soar! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page