Thursday, April 18, 2024
Google search engine
HomeSportsકેવી આવી રીતે ક્રિકેટર્સ કરી રહ્યા છે એકબીજા સાથે વાતો?

કેવી આવી રીતે ક્રિકેટર્સ કરી રહ્યા છે એકબીજા સાથે વાતો?

IPL 2021ના બીજા ફેઝની શરૂઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી 19 સપ્ટેમ્બરથી દુબઈમાં IPLના બીજા ફેઝની શરૂઆત થવાની છે. ત્યારે થોડાંક દિવસ પહેલાં જ ભારતીય ખેલાડીઓ ઇંગ્લેન્ડથી દુબઈ પહોંચી ગયા છે. જેમાં મુંબઈ ઇન્ડિયન્સ પણ સામેલ છે. આબૂ ધાબી પહોંચ્યા પછી દરેક ખેલાડી પોતાના રૂમમાં 6 દિવસ સુધી ક્વોરન્ટીન પિરિયડ પૂરો કરી રહ્યા છે. આ દરમિયાન તેમને મળવાની કોને મંજૂરી નથી. જેનો ફોટો મુંબઈ ઈન્ડિયન્સે તેમના ઓફિશિય સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

બુધવારે મુંબઈ ઇન્ડિયન્સે આબૂ ધાબીની હોટેલમાં ‘ક્વોરન્ટીન પાડોશીઓ’ જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવનો એક ફોટો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં બંને ખેલાડી એકબીજા સાથે બાલકનીમાંથી ગપશપ કરતાં જોવા મળી રહ્યા છે.

આ ફોટોમાં સૂર્યકુમાર અને તેમની પત્ની દેવીશા શેટ્ટી બાલકનીમાંથી ઝાંખતા જોવા મળી રહ્યા છે. જ્યાંથી બુમરાહ અને તેમની પત્ની સંજના ગણેશન ઊભેલાં જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરી મુંબઈ ઇન્ડિયન્સે ફની કેપ્શનમાં લખ્યું કે, ‘અરે! શું તમારી પાસે પાણી છે? સૂર્ય કદાચ’

તો સૂર્યકુમાર યાદવે 14 સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસના દિવસે પોતાની બાલકનીમાંથી વાઇફ સાથે એક વીડિયો શેર કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે, ક્વોરન્ટીન બર્થડેને ખાસ બનાવવા પોતાના અને તમારી ઘણી શુભકામનાઓ.

આ સાથે જ બુમરાહ અને સંજનાએ પણ તોના ઇન્સ્ટાગ્રામ પર ક્વોરન્ટીનના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં આ કપલ વેવ કરતાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. સંજનાએ ફોટો શેર કરીને લખ્યું કે, ‘સ્પષ્ટ રીતે અમારામાંથી એક ક્વોરન્ટીનની ખૂબ જ મજા લઈ રહ્યા છીએ.’

ઉલ્લેખનીય છે કે, માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચમી ટેસ્ટ મેચને રદ કર્યા પછી ખેલાડીઓ યૂએઈમાં પોત-પોતાની આઇપીએલ ટીમમાં સામેલ થઈ ગયા છે અને અત્યારે 6 દિવસ ક્વોરન્ટીનમાં છે. મુંબઈ ઇન્ડિયન્સમાં સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ આઈપીએલ 2021ના ફરી શરૂ થયા પહેલાં આબૂ ધાબીમાં ક્વોરન્ટીન છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ 2021ના બીજા ફેઝની પહેલી મેચ 19 સપ્ટેમ્બરે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે થશે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઇન્ડિયન્સ આ સમયે 7 મેચમાં 4 જીત સાથે પોઇન્ટ ટેબલમાં 4થા સ્થાને છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this thrilling experience of knowledge and let your thoughts roam! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ✨

  2. I participated on this casino platform and succeeded a significant sum of money, but later, my mom fell sick, and I wanted to cash out some funds from my account. Unfortunately, I faced problems and was unable to withdraw the funds. Tragically, my mother died due to the casino site. I request for your support in reporting this website. Please assist me in seeking justice, so that others won’t have to face the hardship I am going through today, and avert them from shedding tears like mine. ????

  3. I played on this gambling site and secured a significant sum of money. However, later on, my mother fell critically ill, and I needed to withdraw some earnings from my casino balance. Unfortunately, I experienced issues and couldn’t finalize the cashout. Tragically, my mother died due to the gambling platform. I kindly plead for your support in reporting this situation with the site. Please aid me in seeking justice, to ensure others won’t have to experience the anguish I’m facing today, and stop them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page