સાવધાન! ટૂંક સમયમાં રેલવેના મુસાફરોના ભાડામાં થશે જંગી વધારો

Business Feature Right

નવી દિલ્હી: ભારતીય રેલ્વે ટૂંક સમયમાં મુસાફરોના ભાડામાં વધારો કરે તેવી સંભાવના છે. રેલ્વે બોર્ડને આના માટે મંજૂરી પણ મળી ગઈ છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ માટે રેલ્વે અધિકારીઓ વચ્ચે મંથનની શરૂઆત થઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રેલ્વે ઉપનગરીય ટ્રેનોથી મેઈલ/એક્સપ્રેસ સુધીની દરેક વર્ગની ટ્રેનોનું ભાડુ વધારવામાં આવશે. આ વધારો પ્રતિ કિલોમીટર 5 પૈસાથી લઈને 40 પૈસા પ્રતિ કિલોમીટર સુધીનો હોય તેવી શક્યતા છે. આ રીતે રેલ્વેના દરેક વર્ગના ભાડામાં 15થી 20 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

આ વધારાનું ભાડું ડિસેમ્બરના અંત સુધીમાં જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે જ્યારે વધારાનું ભાડું 1 ફેબ્રુઆરી 2020થી અમલમાં આવી શકે છે. છેલ્લી વખત નવી સરકારની રચના બાદ રેલવેએ 2014માં ભાડામાં આશરે 15 ટકાનો વધારો કર્યો હતો. હાલમાં રેલવેના ખર્ચ કરતાં સરેરાશ ભાડું 43 ટકા ઓછું છે.

જો આપણે વિવિધ વર્ગોની વાત કરીએ તો, તમામ શહેરી ટ્રેનોના ભાડા પર રેલ્વેને લગભગ 64%નું નુકસાન સહન કરવું પડે છે. જ્યારે નોન-પરા ટ્રેન કોચમાં 40 ટકાનું નુકસાન થે જ્યારે એસી 1 પર લગભગ 24 ટકા, એસી 2 લગભગ 27 ટકા, સ્લીપર ક્લાસ લગભગ 34 ટકા અને ચેર કાર લગભગ 16 ટકા છે.

રેલવેને ફક્ત એસી 3 વર્ગના મુસાફરોને લઈ જવામાં ફાયદો થાય છે. જે લગભગ 7 ટકા છે. આ અઠવાડિયે કેગે પોતાના અહેવાલમાં રેલ્વેની આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *