મહિલાના અડરગાર્મેન્ટમાંથી મળી સુસાઈડ નોટ, કર્યા ચોંકાવનારા ખુલાસા, વાંચીને હચમચી જશો

એક ખૂબ જ ચકમચારી બનાવ સામે આવ્યો છે. એક પરિણીતાએ ફાંસી લગાવીને જીવન ટૂંકાવી લીધુ હતું. મરતા પહેલાં મહિલાએ ચાર પાનાની સુસાઈટ નોટ લખી હતી. જે તેણે અડરગાર્મેન્ટ (બ્રા)માં છૂપાવીને રાખી હતી. જેમાં મહિલાએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસના કહેવા મુજબ મહિલાએ આ સુસાઈડ નોટ એક દિવસમાં નથી લખી, પણ છેલ્લાં એક વર્ષ દરમિયાન જે પણ તેની સાથે બન્યું હતું તે સમયાંતરે લખવામાં આવ્યું છે.

અંડરગાર્મેન્ટ (બ્રા)માંથી ચાર પાનાની સુસાઈડ નોટ મળી
ગ બનાવ મધ્યપ્રદેશના ઈન્દોરનો છે. અહીંના ગુરુશંકર નગરમાં રહેતી પ્રિયંકા ચૌહાન નામની પરિણીતાએ ફાંસો ખાઈને મોતને વ્હાલ કર્યું હતું. ડૉક્ટરોને પોસ્ટમોર્ટમ પહેલાં તેના અંડરગાર્મેન્ટ (બ્રા)માંથી ચાર પાનાની સુસાઈડ નોટ મળી હતી. જેના પહેલાં પાનામાં તેણે પતિ રાહુલ ચૌહાણ વિશે લખ્યું હતું. જેમાં તેણે લખ્યું છે કે તે પતિને ખૂબ પ્રેમ કરતી હતી, પણ પતિ તેની વાત નહોતો સમજતો અને સાસુના વાતોમાં આવીને મારપીટ કરતો હતો.

ગયા વર્ષે એપ્રિલમાં લગ્ન થયા હતા
પ્રિયંકા અને રાહુલના ગયા વર્ષે એપ્રિલમાં લગ્ન થયા હતા. રાહુલ નગર નિગમમાં ડ્રાઈવરન નોકરી કરે છે. પ્રિયંકાએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે રાહુલ પહેલાથી પરિણીત હતો. પહેલી પત્નીનું મોત થયું હતું અને તેનાથી એક 9 વર્ષની દીકરી હતી. રાહુલ તે દીકરીને પણ મારી જેમ પ્રતાડિત કરીને મારી નાંખશે.

બે પાનામાં સાસુ-નણંદનો ઉલ્લેખ
મૃતક પ્રિયંકા ચૌહાને બે પાનામાં સાસુ-નણંદના ત્રાસની કહાની લખી છે. તેણે લખ્યું- સાસુ કારણ વગર હેરાન કરતી હતી. ત્યાર બાદ તેણે નણંદ આશા અને પિંકી દ્વારા ગુજરવામાં આવતા ત્રાસની વાત લખી હતી. પ્રિયંકાએ એવું પણ લખ્યું હતું કે તેનું મોત વ્યર્થ નહીં જાય. પતિ, સાસુ અને નણંદને તેની સજા મળવી જોઈએ.

પ્રિયંકાના પિતાએ કહ્યું- રાહુલના અન્ય મહિલા સાથે સંબંધ
પ્રિયંકા ચૌહાણના પિતા અમૃતભાઈએ જણાવ્યું હતું કે અંદાજે 6 મહિના પહેલાં રાહુલ પ્રિયંકાને મારા ઘરે છોડીને ચાલ્યો ગયો હતો. ત્યાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પ્રિયંકાએ કહ્યું હતું કે તે મોબાઈલ પર કોઈ અન્ય મહિલા સાથે વાત કરે છે. તે પ્રિયંકાને છોડીને ત્રીજા લગ્નની વાત કરી રહ્યો હતો. સંબંધીઓને બોલાવીને દીકરીને સમજાવી સાસરે મોકલી હતી. આમ છતાં જમાઈ રાહુલે દીકરીને ત્રાસ આપવાનો ચાલુ રાખ્યો હતો.

 

Similar Posts