Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalસેક્સ રેકેટ પર પોલીસનો દરોડો, અંદરના દ્રશ્ય જોઈને પોલીસે પણ આંખો બંધ...

સેક્સ રેકેટ પર પોલીસનો દરોડો, અંદરના દ્રશ્ય જોઈને પોલીસે પણ આંખો બંધ કરી દીધી

આજકાલ નાની સોસાયટી કે પછી સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ ચાલતા હોય છે. આ જ કારણે આસપાસના લોકો શરમ અનુભવતા હોય છે અને ઘણીવાર તેઓ પોલીસને ફરિયાદ પણ કરતા હોય છે. હાલમાં જ પોલીસને આ રીતની ફરિયાદ મળી હતી. ફરિયાદ બાદ પોલીસે સાત સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા હતા અને તેમાંથી ત્રણ સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ ચાલતું હતું. પોલીસને આપત્તિજનક સામાન મળ્યો હતો અને 21 યુવક-યુવતીની ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ગર્ભનિરોધક ગોળીઓ, કોન્ડમ સહિતની સામગ્રી કબ્જે કરી હતી.

આ દરોડા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પાડવામાં આવ્યા હતા. પોલીસ વિનોદ કુમાર મીણાએ કહ્યું હતું કે લાંબા સમયથી સ્પા સેન્ટરમાં ગેરકાયેદસર પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદ મળતી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે માધવનગર પોલીસની સાથે ફ્રીગંજ વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટર્સની તપાસ કરી હતી.

અહીંયા સાત જગ્યાએ છાપા મારવામાં આવ્યા હતા, જેમાં આઝાદનગર, મૂન થાઈ, અરબી ઝોનની સામે ઓસમ તથા હારફૂલની ગલીમાં રિલેક્સ સ્પા સેન્ટરમાં આપત્તિજનક સામાન મળી આવ્યો હતો.

અહીંથી 12 યુવક અને 9 યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. તમામને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલ યુવક ઉજ્જૈન જિલ્લાના છે અને તમામની પૂછપરછ ચાલુ છે.

યુવતીઓ ક્યાંનીઃ પોલીસે કહ્યું હતું કે સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીઓ આસામ, મિઝોરમ, મણીપુરની છે. સ્પા સેન્ટરના સંચાલકોએ ઘણા સમયથી તે યુવતીઓને અહીંયા બોલાવી હતી. તમામ યુવતીઓ શહેરમાં ભાડાના મકાનમાં રહે છે. યુવતીઓ પોલીસના સવાલ-જવાબનો યોગ્ય રીતે જવાબ આપી શકી નહોતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page