Friday, April 19, 2024
Google search engine
HomeFeature Rightઅંબાણી પરિવાર રોકાયો છે તે જામનગર રિલાયન્સ ટાઉનશિપની અંદરની તસવીરો જોઈ તમે...

અંબાણી પરિવાર રોકાયો છે તે જામનગર રિલાયન્સ ટાઉનશિપની અંદરની તસવીરો જોઈ તમે પણ કહશો Wow

One Gujarat, Jamnagar: હાલ દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોનાએ માજા મૂકી છે. તેમાં પણ ખાસ કરીને મુંબઈની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. અનેક સેલેબ્સ અને નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. સરકાર પણ લોકોને જરૂરી કામ વગર બહાર ન નિકળવાની સલાહ આપે છે. દરમિયાન એવા અહેવાલ વહેતા થયા છે કે દેશની સૌથી મોટી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ મુંબઈ છોડીને જામનગર મોટી ખાવડી સ્થિતિ રિલાયન્સ ટાઉનશીપમાં ધામા નાખ્યા છે. અંબાણી ફેમિલી છેલ્લાં એક મહિનાથી અહીં રોકાયું હોવાનો મીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીએ મુંબઈમાં 10 હજાર કરોડ રૂપિયાનું દેશનું સૌથી આલિશાન ઘર એન્ટિલિયા છોડીને જામનગર નજીક રિલાયન્સની ટાઉનશીપમાં વસવાટ શરૂ કર્યો છે. ભલા ભલા ફાઈવ સ્ટાર રિસોર્ટને ટક્કર મારે તેવી આ ટાઉનશીપમાં તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે.

જામનગરથી 35 કિલોમિટર દૂર મોટી ખાવડી સ્થિત રિલાયન્સ રિફાઈનરી પાસે કર્મચારીઓ માટે ખૂબ જ સુંદર ટાઉનશીપ વસાવવામાં આવી છે.

રિલાયન્સ ગ્રીન્સ નામથી જાણીતી આ ટાઉનશીપમાં રિલાયન્સના અધિકારીઓ અને કર્મચારીઓને વીઆઈપી ફેસિલિટી પૂરી પાડે છે.

અંદાજે 750 એકરમાં ફેલાયેલી આ રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપમાં 7 હજારથી વધુ ફેમિલી રહી શકે તેવી વ્યવસ્થા છે.

આ ટાઉનશીપમાં એક વીઆઈપી ગેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં અંબાણી પરિવાર રોકાયો હોવાની ચર્ચા છે. જોકે અંબાણી પરિવાર તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

રિલાયન્સ ગ્રીન્સ તેના કૃદરતી વાતાવરણ માટે જાણીતું છે. સુંદર મજાનું તળાવ, તેમાં તરતા પક્ષીઓ અહીંના વાતાવરણને મનમોહક બનાવે છે.

રિલાયન્સ ગ્રીન્સમાં તમને ક્યાંય પણ કચરો જોવા મળશે નહીં. તમામ રોડ-રસ્તા ખૂબ જ સુઘડ છે.

અહીં રહેતા અધિકારીઓ-કર્મચારીઓના બાળકોને ભણવા માટે સીબીએઈ સ્કૂલ પણ આવેલી છે.

આ ઉપરાંત રમત ગમતની પણ પૂરી વ્યવસ્થા છે. અહીં 2 સિવિક સેન્ટર્સ છે. આ ઉપરાંત ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પૂલ તેમજ ક્રિકેટ અને ફૂટબોલ ગ્રાઉન્ડ પણ છે. સાથે ટેનિસ, બાસ્કેટબોલ અને વોલિવૂડની કોર્ટ પણ આવેલી છે.

રિલાયન્સ ગ્રીન્સમાં સુંદર મજાનું મંદિર પણ આવેલું છે. જેમાં દરરોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. રાત્રે મંદિરમાં લાઈટિંગ ઝગમગાટ જોવા જેવો હોય છે.

કર્મચારીઓ અને અધિકારીઓ માટે અહીં 40 બેડની હોસ્પિટલની વ્યવસ્થા પણ છે.

અહીં સિનેમા, માર્કેટ, બેંક, પેટ્રોલ સ્ટેશન સહિતની સુવિધા ટાઉનશિપની અંદર જ છે.

રિલાયન્સ ગ્રીન્સને અનેક એવોર્ડ પણ પણ મળી ચૂક્યા છે.

કર્મચારીઓ કોઈ પણ વસ્તુ લેવા માટે ટાઉનશિપની બહાર જવાની જરૂર નથી પડતી. બધી વસ્તુઓ અને સુવિધાઓ અંદર જ મળી રહે છે.

તસવીરો સૌજન્ય- ફેસબૂક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page