કોણ છે ASP દિવ્યા મિત્તલ? જેના કાંડથી આખા દેશમાં બબાલ મચી ગઈ

ડ્રગ મામલે એક વેપારી પાસેથી બે કરોડની રિશ્વત માંગવાવાળાના આરોપમાં ચર્ચામાં આવેલ આ મહિલા રાજસ્થાનમાં પોલીસ અધિકારી છે. તેને રાજસ્થાનની બ્યૂરો ટીમે ધરપકડ કરી છે. તેને અજમેર કોર્ટમાં હાજર કરવામાં આવી હતી અને 3 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. અજમેરમાં પૂછપરછ કરવામાં આવી હતી અને આજે ઉદેયપુરમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ જયપુરમાં પૂછપરછ કરવામાં આવશે પછી અજમેર કોર્ટમાં તેને હાજર કરવામાં આવશે.

જોકે આ આરપીએસ મહિલા અધિકારી છે જે એસઓજી એટલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં તૈનાત છે. એસઓજી રાજસ્થાન પોલીસનો જ એક હિસ્સો છે અને આ વિંગ આરોપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ મહિલા અધિકારીએ ગયા વર્ષે 1 કરોડ 60 લાખનું ડ્રગ્સ પકડ્યું હતું. ડ્રગ્સની ઉપર તે બે કરોડ રૂપિયાની રિશ્વત માંગવાની તૈયારી કરી રહી હતી.

પરંતુ એક દિવસ આ રિશ્વતની જાણ મહિલા અધિકારીના દલાલને થઈ અને તે ફરાર થઈ ગયો. પરંતુ દિવ્યા મિત્તલ ભાગી શકી નહીં, તેને અજમેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા અધિકારીનું સેટિંગ રાજસ્થાન પોલીસમાં બહુ જોરદાર હતું.

મહિલા અધિકારી દિવ્યા મિત્તલ થોડા સમય પહેલા પોતાના વિભાગનના અધિકારીઓને કહીને 149 દિવસની રજા પર ગઈ હતી તેમ છતાં પણ તેનું કોઈ કશું બગાડી શક્યું નહતું.

આ મહિલા અધિકારીને ઉદેયપુરમાં એક રિસોર્ટ છે, જેમાં મોટા આયોજન થાય છે. બહાર અને અંદરથી આ રિસોર્ટનો નજારો કોઈ ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી. લક્ઝરી લાઈફ જીવનાર મહિલા અધિકારી છેલ્લા ઘણાં સમયથી વિવાદોમાં હતી અને ઘણીવાર જયપુરમાં જોવા મળતી હતી.

દિવ્યા મિત્તલે હવે જે કાંડ કર્યું છે કે બહુ જ ચોંકાવનારું છે. એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીનું કહેવું છે કે, દિવ્યા મિત્તલે હાલ કોઈ એવી વાત કહી નથી. આ માટે તેને એકવાર ફરીથી રિમાન્ડ પર લેવાની તૈયારી છે. દિવ્યા મિત્તલને અજમેર અને જયપુરમાં જ્યારે પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવી તો તે સમયે તેનો ભાઈ હાજર હતો. ત્યાર બાદ પોલીસ અધિકારીઓએ તેને ઘરે મોકલી દીધો હતો.

Similar Posts