આ ટોપ બિઝનેસ ટાયકૂન કઈ લક્ઝુરિયસ કારમાં કરે છે સવારી, જોઈને આંખો અંજાઈ જશે
દેશના ધનાઢ્ય લોકોની વાત કરીએ તો તેમાં અંબાણી, અદાણી, મહિન્દ્રા અને પૂનાવાલા સહિતના લોકોના નામ સામે આવે છે. આ ધનાઢ્ય લોકો એક વૈભવી લાઇફસ્ટાઇલ જીવે છે. તેમના કાર કલેક્શનની વાત કરીએ તો કોઈને પાસે ફેરારી તો કોઈને પાસે રોલ્સ રૉયસ ફેન્ટમ સહિતની કાર છે. એવામાં આજે અમે તમને આ ધનાઢ્ય લોકોના કાર કલેક્શન વિશે જણાવી રહ્યા છીએ કે, આ બિઝનેસ ટાઇકૂન પાસે કઈ કાર છે.
મુકેશ અંબાણી
એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી પાસે વૈભવી કારનો ઢગલો છે. તેમની વૈભવી કારમાં મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ, બેન્ટલે કોન્ટિનેન્ટલ ફ્લાઈંગ સ્પર, બીએમડબલ્યૂ 760લી સિક્યોરિટી એડિશન અને મેબૈક 62 સહિતની કાર સામેલ છે. આ સાથે જ તેમની પાસે જે અન્ય કાર છે જેમાં રોલ્સ રૉયસ ફેન્ટમનું નામ પણ સામેલ છે. જેની કિંમત 8થી 10 કરોડ રૂપિયા છે.
ગૌતમ અદાણી
અદાણી ગ્રુપના સંસ્થાપક અને સીઇઓ ગૌતમ અદાણી પાસે લક્ઝરી કારનો ખજાનો છે. તેમની પાસે બીએમડબલ્યૂ 7 સીરિઝ, બ્રાઇટ રેડ ફેરારી કેલિફોર્નિયા અને રોલ્સ રૉયસ ઘોસ્ટ કાર છે.
કુમાર મંગલમ બિરલા
આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલા પાસે બુલેટપ્રૂફ બીએમડબલ્યૂ 760 એલઆઈ છે. બીએમડબલ્યૂ 760 લીના બેઝ મોડેલની કિંમત 2.50 કરોડ રૂપિયા છે.
આનંદ મહિન્દ્રા
આનંદ મહિન્દ્રા ભારતના સૌથી સફળ બિઝનેસ ટાઇકૂનમાંથી એક છે. તે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ છે. તેમના કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે મહિન્દ્રા બોલેરો ઇનવાડેર, મહિન્દ્રા સ્કોર્પિયો, મહિન્દ્રા XUV 500, મહિન્દ્રા TUV 300 પ્લસ સહિતની કાર છે.
સાયરસ એસ પૂનાવાલા
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક સાયરસ એસ પૂનાવાલા પાસે ફેરારી 430 કાર છે.
અદાર પૂનાવાલા
સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલા પાસે પણ વૈભવી કારનું કલેક્શન છે. તેમની પાસે ફેરારી કાર છે.