સેલિબ્રિટીને હીરો જડાવવો મોંઘો પડ્યો, ચાહકોની ભીડે કર્યું એવું કે થઈ ગયા હાલ બેહાલ

International

અમેરિકી રેપર લિલ ઉઝી વર્ટે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના કપાળ પર ગુલાબી રંગનો હીરો ચોટાવડાવ્યો હતો. રેપરે આ કિંમતી હીરાને પોતાના કપાળની વચ્ચે લગાવડાવ્યો હતો. હવે આ હીરા અંગે વર્ટે ખુલાસો કર્યો છે.

26 વર્ષીય રેપર લિલ ઉઝી વર્ટે કહ્યું છે કે, ‘ઓગસ્ટમાં એક પ્રોગ્રામ દરમિયાન તે ફ્રેન્ડની વચ્ચે જતો રહ્યો હતો. આ દરમિયાન ફેને તેનો હીરો ખેંચી લીધો હતો. તેમના કપાળમાં લગાવેલાં હીરાની કિંમત 24 મિલિયન ડૉલર એટલે કે, 174 કરોડ કરતાં પણ વધારે હતી.’

વર્ટે જણાવ્યું કે, ‘મારો રોલિંગ લાઉડમાં એક શો હતો અને હું ભીડમાં જતો રહ્યો અને તે એવી રીતે હતાં કે, હીરાને કાઢી લીધો હતો. પણ સારું અનુભવી રહ્યો છું કે, હીરો મારી પાસે છે.’

રિપોર્ટ મુજબ, રેપર લિલ ઉઝી વર્ટે પોતાના કપાળ પર જે ગુલાબી રંગનો 11 કેરેટનો હીરો લગાવ્યો હતો તેની કિંમત 24 મિલિયન ડૉલર (174 કરોડથી વધારે છે) રેપરે કહ્યું હતું કે, ‘તે વર્ષ 2017માં આ હીરાની કિંમત ચૂકવી હતી.’

ડિઝાઈન તૈયાર કરનારી કંપની ઇલિયટને તેમણે પેમેન્ટ કર્યું છે. તેમણે કહ્યું કે, ‘મારા કપાળમાં જે ગુલાબી હીરો હતો તે પહેરવાનું મારું સપનું હતું. જેના લીધે તેમને આ કિંમત ચૂકવી હતી.’

લિલ ઉઝી વર્ટ પોતાના ટૈટૂઝ, હેર સ્ટાઇલ, અતરંગી કપડાને લીધે પણ ચર્ચામાં રહે છે. પણ પોતાના કપાળ પર કરોડોનો હીરો લગાવડાવી લોકોને હેરાન કરી રહ્યા છે. તેના કરતાં પણ ખાસ વાત છે કે, થોડાંક જ મહિના પછી આ હીરો તૂટી ગયો. એવામાં વર્ટ હવે આ હીરાનું શું કરે છે તે જોવાની વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *