Monday, April 15, 2024
Google search engine
HomeBusinessકચરો ઉઠાવ્યો, એઠું જમ્યો, ટ્રેનમાં પાણી વેચ્યું, આજે જે સ્થાને છે, તે...

કચરો ઉઠાવ્યો, એઠું જમ્યો, ટ્રેનમાં પાણી વેચ્યું, આજે જે સ્થાને છે, તે જાણીને લાગશે જોરદાર આંચકો…!

મુંબઈઃ ઉદાસ થઈને આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે યાર, મારું તો નસીબ જ ખરાબ છે. કે પછી વિચારતા હોઈએ છીએ કે કરોડપતિ હોત તો મારું જીવન સેટ હોત. ના ઓફિસ જવાની ઝંઝટ ના ભાડું કે હપ્તાની ચિંતા. હકીકતમાં દુનિયામાં દરેક વ્યક્તિ પૈસાદાર જન્મ્યો હોતો નથી. મોટાભાગના લોકો મહેનત કરીને આગળ આવ્યા હોય છે. હાલમાં જ હ્યુમન ઓફ બોમ્બેએ એક સ્ટોરી શૅર કરી હતી, જેમાં વ્યક્તિ ગરીબીમાંથી કેવી રીતે અમીર બન્યો તેની વાત કરવામાં આવી છે.

11 વર્ષે ઘરેથી ભાગ્યોઃ
વિકી રોય માત્ર 11 વર્ષની ઉંમરમાં ઘરેથી ભાગી ગયો હતો. તેણે અનેક મુશ્કેલીઓ સહન કરી અને આજે તે એક સફળ ફોટોગ્રાફર છે.

શું કહ્યું વિકીએ?
વિકીએ કહ્યું હતું કે તે માત્ર 3 વર્ષનો હતો તેના માતા-પિતા તેના દાદા પાસે મૂકીને જતા રહ્યાં હતાં. જોકે, તેના દાદા તેને અવાર-નવાર મારતા હતાં. તે સાંભળતો હતો કે લોકો સારું જીવન જીવવા માટે ગામ છોડીને શહેર જાય છે. જે દિવસે તે 11 વર્ષનો થયો ત્યારે તેણે દાદાજીના થોડાં પૈસા ચોર્યાં અને તે દિલ્હીની ટ્રેનમાં બેસી ગયો હતો. દિલ્હીમાં તે કચરો સાફ કરતો, ટ્રેનમાં પાણીની બોટલ વેચતો અને ફૂટપાથ પર સૂઈ રહેતો હતો. ભૂખ્યા ના રહેવું પડે તે માટે તે ઢાબામાં વાસણો પણ ધોતો હતો. તેની પાસેથી પુષ્કળ કામ કરાવવામાં આવતું અને લોકોએ એઠું મૂકેલું ભોજન તેને આપવામાં આવતું.

એનજીઓએ કરી મદદઃ
વિકીએ આગળ કહ્યું હતું કે લોકોનું એઠું ખાવાથી તે અવાર-નવાર બીમાર પડી જતો હતો. એકવાર તે સારવાર માટે ડોક્ટર પાસે ગયો તો તેની હાલત જોઈને ડોક્ટરે તેને અનાથા બાળકોની દેખરેખ કરતી સલામ બાળક નામની એનજીઓ અંગે વાત કરી. તે આ સંસ્થામાં આવ્યો. અહીંયા તેનું જીવન સારું થયું. ત્રણ ટાઈમ ભોજન તથા સારા કપડાં પહેરવા મળતાં. અહીંયા તે સ્કૂલે પણ જવા લાગ્યો હતો. એકવાર તે અંગ્રેજ ફોટોગ્રાફરને મળ્યો હતો. રસ્તા પર રહીને તેણે વ્યક્તિને એ રીતે જોયો, જાણે તેણે પહેલાં ક્યારેય ના જોયો હોય. તે તસવીરોની મદદથી તેને કહેવા માગતો હતો.

18 વર્ષ ફોટોગ્રાફર પાસે ઈન્ટર્નશીપ કરી:
વિકીએ વધુમાં કહ્યું હતું કે જ્યારે તે 18 વર્ષનો થયો ત્યારે એનજીઓએ તેને 499 રૂ.નો એક કેમેરો લઈ આપ્યો હતો અને એક સ્થાનિક ફોટોગ્રાફર પાસે ઈન્ટર્નશીપ માટે મોકલ્યો હતો. અહીંયા તેણે પોતાના રસ્તા પરના જીવન આધારિત પ્રદર્શન ‘સ્ટ્રીટ ડ્રિમ્સ’ યોજ્યું હતું. અહીંથી તેનું નસીબ બદલાઈ ગયું. લોકો તેની તસવીર ખરીદવા લાગ્યાં અને તેને દુનિયા ફરવાની તક મળી. તેણે ન્યૂયોર્ક, લંડન, સાઉથ આફ્રિકા તથા સાન ફ્રાન્સિસ્કો જવાની તક મળી. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેનું નસીબ પલટાઈ જશે.

આજે ફોર્બ્સ 30માં નામ વિકીનું નામ આજે ફોર્બ્સ 30 અન્ડર 30માં છે. તેના ગામમાંથી કોઈએ તેને ઓળખી કાઢ્યો હતો અને હવે તેને પુષ્કળ ફોન આવી રહ્યાં છે. તે એ વાત સારી રીતે સમજી ચૂક્યો છે કે તમામ લોકો સારું નસીબ લઈને જન્મતા નથી. ઉપર પહોંચવા માટે ઘણીવાર ગંદા અનુભવોમાંથી પસાર થવું પડે છે. તેની પાસે કંઈ જ નહોતું અને આજે તે પોતાના વિચારોને કારણે ઘણો જ આગળ નીકળી ગયો છે. તે માને છે કે ભયાનક તોફાનો બાદ સૂરજ અચૂકથી નીકળે છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page