લાખોની કમાણી કરવાની તક પરંતુ શરત એવી કે ભલભલાના હાજાં ગગડી જાય..!

Feature Right International

લંડનઃ લંડનના વ્હાઇટ ચેપલમાં વૈજ્ઞાનિકોએ કોરોનાવાઈરસની વેક્સિન એટલે કે રસી બનાવવા માટે 24 લોકોને બોલાવ્યા છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જે પણ આ પ્રયોગમાં આવી રસીનો ટેસ્ટ પોતાના પર કરાવશે તેને તેઓ 3500 પાઉન્ડ એટલે કે 339,228 રૂપિયા આપશે. પરંતુ આ માટે પહેલા તમારે કોરોનાવાઈરસથી સંક્રમિત થવું પડશે.

અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ ડેલી મેલ પ્રમાણે લંડનના વ્હાઇટચેપલ સ્થિત ધ ક્વીન મેરી બાયોએન્ટરપ્રાઇઝ ઇનોવેશન સેન્ટરના વૈજ્ઞાનિક પોતાના આ પ્રયોગ માટે 24 લોકોની ભરતી કરાવી રહ્યાં છે.

આ 24 લોકો પર કોરોનાવાઈરસની વેક્સિન એટલે કે રસીનું ટેસ્ટિંગ કરશે. જે વેક્સીનનું પરીક્ષણ આ 24 લોકો પર કરવામાં આવશે, તેમાં સાર્સ બીમારીની દવા પણ મળે છે.

ખાસ વાત એ છે કે આ પરીક્ષણમાં સામેલ થવાના તુરંત બાદ તમારા શરીરમાં કોરોનાવાઈરસનું નબળું સ્ટ્રેન પણ નાખવામાં આવશે. ત્યારબાદ તેના વધવાની રાહ જોવામાં આવશે. ત્યારબાદ વેક્સિન આપવામાં આવશે.

પરિક્ષણ દરમિયાન એચવીવો કંપની દ્વારા બનાવવામાં આવેલી દવાનો પ્રયોગ કરવામાં આવશે. પરિક્ષણ માટે બોલાવવામાં આવેલા 24 લોકોને 14 દિવસ સુધી ક્વારંટીન કરવામાં આવશે.

આ બંને સપ્તાહમાં વૈજ્ઞાનિક એ પણ જોશે કે આ 24 દિવસ લોકો પર દવાની અસર કેવી થઇ રહી છે. આ કોરોનાવાઈરસ પર અસર કરી રહી છે કે નહીં. યુરોપિયન દેશની 35 કંપની કોરોનાવાઈરસની દવા શોધવામાં લાગી ગઇ છે. યુનાઇટેડ કિંગડમની સરકારે તો કોરોના વાઈરસની દવા શોધવા માટે 440 કરોડ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.

અત્યારસુધી સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના કારણે કુલ 114,747 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. જેના કારણે સમગ્ર દુનિયામાં 4292 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે.

ચીનમાં 80,778 લોકો સંક્રમિત છે. 3158 લોકોનાં મોત થઇ ચૂક્યા છે. તો ઇટલી બીજા નંબર પર સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અહીં 10,149 લોકો સંક્રમિત છે અને 631 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *