પરમાણુ હુમલાના ડરથી યુરોપ થરથર ધ્રૂજ્યુ, આ એક ગોળી લેવા માટે લોકો તૂટી પડ્યા

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ન્યૂક્લિયર ફોર્સને અલર્ટ મોડ પર રાખ્યું છે. એક દેશે પરમાણુ હુમલાની ધમકી આપી છે અને આવું ક્યારેય થયું નથી. જોકે, પુતિન આમ કર્યું છે. પતિનના ઈરાદાથી સ્પષ્ટ છે કે તે યુક્રેનમાં પરમાણુ હુમલો કરી શકે છે. પુતિનની આ ધમકીથી યુરોપમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

યુરોપમાં ડરની વચ્ચે ગોળીઓની અછતઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પુતિનની ધમકી બાદ યુરોપ અને તેમાંય મધ્ય યુરોપમાં ચિંતાની લહેર છે. પોલેન્ડથી લઈ બેલારુસ તથા પૂર્વ સોવિયત યુનિયનના વિઘટન બાદથી સ્વતંત્ર દેશોને પણ આ યુદ્ધનો ડર લાગ્યો છે. ન્યૂક્લિયર અટેકની ચર્ચા વચ્ચે આ દેશના લોકો આયોડીનની ગોળીઓ ખરીદવા માટે દોડાદોડી કરી રહ્યા છે. તેમનું માનવું છે કે પરમાણુ હુમલા થયા તો આયોડિન જ રેડિયેશનથી બચાવશે. આ જ કારણે આયોડીનની ગોળીથી લઈ સિરપની એ હદે ડિમાન્ડ વધી છે કે તેની અછત ઊભી થઈ ગઈ છે.

કેટલાંક દેશોમાં સ્ટોક પૂરો થયોઃ ફાર્મસી યુનિયનના પ્રમુખ નિકોલે કહ્યું હતું કે છેલ્લાં છ દિવસમાં બુલ્ગારિયાની ફાર્મસીએ જેટલું આયોડિન વેચ્યું છે, તેટલું આખા વર્ષમાં વેચ્યું નથી. અનેક ફાર્મસીમાં પહેલેથી જ સ્ટોર પૂરો થઈ ગયો છે. વધતી ડિમાન્ડ વચ્ચે નવો ઓર્ડર આપવામાં આવ્યો છે.

તેમને ડર છે કે તે સ્ટોક પણ જલ્દી પૂરો થઈ જશે. લોકો સંગ્રહખોરી કરે છે. તો ચેક રિપબ્લિકના ડૉક્ટર મેક્સ ફાર્મસીના પ્રતિનિધિ મિરોસ્લાવા સ્ટેનકોવાએ કહ્યું હતું કે લોકો આયોડિન ખરીદવા માટે પાગલ છે. આ જ કારણે તેની ડિમાન્ડ વધતી જાય છે.

અધિકારીઓની સલાહઃ આયોડિનને સિરપ કે ગોળીઓ તરીકે લેવામાં આવે છે. રેડિયેશનના જોખમની વચ્ચે આનાથી માનવ શરીરને થાઇરોઇડ તથા કેન્સર જેવી બીમારીથ બચાવી શકાય છે.

2011માં જાપાની અધિકારીઓએ સલાહ આપી હતી કે ફુકુશિમા પરમાણુ ઉર્જા સાઇટની આસપાસ રહેતા લોકો આયોડિન લે અને તેથી જ લોકો માની રહ્યા છે કે રેડિયેશનથી આયોડિન બચાવશે.

Similar Posts