Monday, April 15, 2024
Google search engine
HomeFeature RightIPLના બજારમાં હૈદરાબાદની ‘મિસ્ટ્રી ગર્લ’નો સામે આવ્યો ખળખળાટ હસતો ચહેરો, જુઓ નવી...

IPLના બજારમાં હૈદરાબાદની ‘મિસ્ટ્રી ગર્લ’નો સામે આવ્યો ખળખળાટ હસતો ચહેરો, જુઓ નવી નક્કોર તસવીરો

IPL 2021 Update: આઈપીએલ 2021 (IPL 2021)માં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદનો 9 વિકેટે વિજય થયો હતો. સતત ત્રણ મેચમાં પરાજય બાદ હૈદરાબાદે પહેલી જીત હાંસિલ કરી હતી. ત્યારે હૈદરાબાદની ટીમને ચિયર કરવામાં માટે મિસ્ટ્રી ગર્લ દરેક મેચમાં આવતી હતી પરંતુ તે વારંવાર નિરાશ જોવા મળતી હતી કારણ કે હૈદરાબાદની ટીમનો પરાજય થતો હતો પરંતુ આ વખતે હૈદરાબાદાનો વિજય થતાં મિસ્ટ્રી ગર્લ કાવ્યા મારનની ખ્વાઈશ પુરી થઈ હતી અને તેના ચહેરો પહેલીવાર હસતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અન્ય ચાહકો પણ ખુશ જોવા મળ્યા હતાં. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે.

કાવ્યા મારન સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ છે. પોતાની ટીમ સતત પરાજય થતી હતી જેના કારણે કાવ્યા મારન બહુ જ નિરાશ જોવા મળતી હતી અને તેના એક્સપ્રેશન બહુ જ ઝડપી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હતાં. પરંતુ આ વખતે ટીમની વિજય થતો હતો જેના કારણે કાવ્યા મારનની ખુશીથી જૂમી ઉઠી હતી અને પહેલીવાર તેના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

કાવ્યા મારન કોઈ ચાહક નહીં પરંતુ એસઆરએચ ટીમની સીઈઓ છે. કલાનિધી મારનની પુત્રી કાવ્યા મારન ફક્ત ક્રિકેટની શોખીન નથી પરંતુ એક સ્કોલર પણ છે. ભારતના સૌથી મોટા ટેલિવિઝન નેટવર્કમાંથી એક સનટીવી નેટવર્કની માલિક કલાનિધી મારનની પુત્રી હોવા છતાં પણ તેણે આ કંપનીમાં જ ઈન્ટરશીપ કરી હતી. ન્યૂ યોર્કમાંથી એમબીએ કર્યું છે અને હવે પિતાજીનું કામ સંભાળી રહી છે.

આ વખતે આઈપીએલમાં ચાહકો તો આવી રહ્યાં નથી આજ કારણે કેમેરો ખૂબસુરત ચહેરા પર પૈન થયા કરે છે. તો આવું જ કંઈક ખૂબસુરત ચહેરો છે કાવ્યા મારન જેની ચર્ચા ત્યારથી થઈ રહી છે જ્યારે આઈપીએલ 2021માં તે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ખેલાડીઓને ખરીદવા માટે વીવીએસ લક્ષ્મણની સાથે ઓક્શનમાં બેઠી હતી.

ઉલ્લેખનીય છે કે, કાવ્યા મારન સનરાઈઝર્સની પહેલાની મેચમાં પણ સ્ટેડિયમમાં જોવા મળી હતી. તે ટીમને ચિયર કરવા માટે પહોંચી હતી. રાશિદ ખાને જ્યારે તે મેચમાં વિકેટ ઝડપી ત્યારે કાવ્યા ખુશીથી ઝુમી ઉઠી હતી. તે સમયે પણ સ્ક્રીન પર જોવા મળી હતી. આ મિસ્ટ્રી ગર્લની તસવીરો વાયરલ થતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્રની હતી.

મહત્વની વાત એ છે કે, IPL 2021 ઓક્શન દરમિયાન પણ ‘મિસ્ટ્રી ગર્લ’ એટલે કાવ્યા મારનની તસવીરો વાયરલ થઈ હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. તે સમયે પણ લોકો કહેતા હતા કે, આ ગર્લ આઈપીએલમાં મિસ્ટ્રી ગર્લ તરીકે જોવા મળે તો નવાઈ નહીં.

તસવીરો સૌજન્ય – આઈપીએલ 2021

RELATED ARTICLES

7 COMMENTS

  1. I played on this online casino platform and won a significant sum of money. However, eventually, my mother fell critically ill, and I wanted to cash out some money from my account. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to such online casino. I earnestly ask for your support in addressing this issue with the platform. Please help me to find justice, to ensure others do not face the anguish I’m facing today, and avert them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page