Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightઆ ખેલાડીએ IPLમાં બતાવ્યો કાઠિયાવાડી પાવર, આ એક કામ કરી રાતોરાત બન્યો...

આ ખેલાડીએ IPLમાં બતાવ્યો કાઠિયાવાડી પાવર, આ એક કામ કરી રાતોરાત બન્યો સ્ટાર

IPL 2021 Update: મંગળવારે રાજસ્થાન રોયલ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં છેલ્લા બોલ સુધી રસાકસી રહી હતી. આ મેચમાં છેલ્લા બોલે રાજસ્થાનનો પરાજય થયો હતો. પરંતુ આ મેચમાં રાજસ્થાનની ટીમમાં ખરીદવામાં આવેલા ભાવનગરના ખેલાડી ચેતન સાકરિયાએ બોલિંગમાં જોરદાર પ્રદર્શન કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. એટલું જ નહીં પરંતુ ફિલ્ડિંગ પણ સારી કરી હતી. ચેતનને એક સારા બોલર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ચેતને 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ચેતનનું સારું પ્રદર્શનને કારણે ડેબ્યુ મેચમાં ચેતનને પાવર પ્લેયર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું અને 1 લાખ રૂપિયાનું ઈનામ અને ટ્રોફી આપવામાં આવી હતી.

મહત્વની વાત એ છે કે, રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા ગુજરાતી ખેલાડી ચેતન સાકરિયાની આઈપીએલ સુધી પહોંચવાની સફર બહુ જ અદભુત છે જે કહાની સાંભળીને તમારી આંખોમાં આસું પણ આવી જશે. તો આવો ચેતનની કહાવી જાણીએ…

ભાવનગર નજીક આવેલા એક ગામડામાં વસતા સાકરિયા પરિવારની આર્થિક સ્થિતી ખૂબ જ મુશ્કેલ રહી હતી. તેના સંબંધી દ્વારા તેના ભણવા અને ક્રિકેટના ખર્ચને ઉઠાવી રહ્યા હતા. તેના બદલામાં સાકરિયા તેમને વ્યવસાયિક મદદ કરતો હતો. સાકરિયાના પિતા ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

ચેતન રાજસ્થાન તરફથી ખરીદવામાં આવેલો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી છે. રાજસ્થાનની ટીમે ચેતનને 1.2 કરોડમાં ખરીદ્યો હતો. ચેતનના પિતા ટેમ્પો ચલાવતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતાં. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં ચેતને ક્યારેય પણ હાર માની નહોતી અને આઈપીએલ સુધી પહોંચવામાં સફળ રહ્યો.

ભાવનગર જિલ્લાના વરતેજ ગામના વતની ચેતન સાકરીયા ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. ચેતનને નાનપણથી જ ક્રિકેટ રમવાનું બહુ ગમતું હતું. ચેતનને પાવર પ્લેયર તરીકે સન્માન મળતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે આઈપીએલમાં ચેતનનું સિલેક્શન થયું ત્યારે તેના પરિવારજનો રડી પડ્યા હતાં.

ચેતન સાકરિયાની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી. તેના પિતા કાનજીભાઈ એક ટેમ્પો ચાલક છે અને માતા ગૃહિણી છે. એક સમય એવો પણ આવ્યો હતો કે ચેતનને ક્રિકેટ છોડવી પડે એમ હતું પરંતુ ભગવાને તેને સાથ આપ્યો અને તેના મામાએ તેને પાર્ટ ટાઈમ કામ અપાવ્યું અને ક્રિકેટની રમત પણ ચાલુ રખાવી હતી.

આ સંઘર્ષ કર્યા બાદ આજે ચેતન સાકરિયા આઈપીએલમાં સ્થાન મળેવી શક્યો અને માત્ર 22 વર્ષની ઉંમરે ગુજરાતના સૌથી મોંઘા ખેલાડી તરીકે 1.2 કરોડમાં રાજસ્થાનની ટીમ દ્વારા તેને ખરીદવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં ચેતનને ફાસ્ટ બોલર તરીકે ઓળખ થાય છે.

ચેતન ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો પરંતુ ક્રિકેટમાં બહુ રસ હોવાને કારણે તે ક્રિકેટ રમવા જતો રહેતો હતો. ઘણીવાર તો ચેતન ખોટું બોલીને ક્રિકેટ રમવા જતો રહેતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page