IPS કપલની લવ સ્ટોરી છે હટકે, હાલ આ જગ્યાએ બન્ને બજાવે છે ફરજ

National

તમે ઘણાં લોકોને કહેતા સાંભળ્યા હશે કે, પત્ની ઘરની બોસ હોય છે. આ ઉપરાંત વ્યંગ્યાત્મક રીતે પત્નીને હોમ મિનિસ્ટર પણ કહેવામાં આવે છે. આ બધી તો મજાકની વાત છે પણ શું તમે જાણો છો કે, ઉત્તર પ્રદેશના નોઇડામાં રહેતાં IPS ઓફિસર અંકુર અગ્રવાલની પત્ની વૃંદા શુક્લા પર આ કહેવત લાગુ થાય છે. કેમ કે, વૃંદાજી ઘરમાં જ નહી પણ ઓફિસમાં પણ તેમની બોસ છે.

અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લાની સ્ટોરી તમને કોઈ ફિલ્મી સ્ટોરી જેવી જ લાગતી હશે. તે બંને પોતાના બાળપણના ફ્રેન્ડ હતા અને સાથે ભણ્યા પછી તે બંને IPS ઓફિસર બન્યા હતાં. આ પછી વર્ષ 2019માં તેમણે બંનેએ એકબીજાના જીવનસાથી બનાવી લીધા હતાં.

UPના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પોલીસ કમિશનર પ્રણાલી લાગૂ થઈ છે. તે ઉપરાંત વૃંદા શુક્લાને ગૌતમબુદ્ધ નગરમાં પોલીસ ઉપાયુક્ત DCP બનાવવામાં આવ્યા છે અને તેમને DCP મહિલા સુરક્ષાના પદ પર ડ્યુટી જોઈન કરી છે. તેમના પતિ અંકુર અગ્રવાલને અપર પોલીસ ઉપાયુક્ત એડિશનલ DCPની પોસ્ટ પર નિયુક્ત કર્યા છે.

રિપોર્ટ મુજબ, અંકુર અગ્રવાલ તથા વૃંદા શુક્લા હરિયાણાના અંબાલાના રહેતાં હતાં. બંને એકબીજાના પાડોશી હતાં. તે બંનેએ 10માં સુધીની સ્ટડી અંબાલાની કોન્વેન્ટ એન્ડ જીજસ મેરી સ્કૂલમાં પુરી કરી હતી. પછી હાયર સ્ટડી માટે વૃંદા અમેરિકા જતી રહી હતી અને અંકુરે ભારતથી એન્જિનિયરિંગ કર્યું હતું.

જ્યારે વૃંદા શુક્લાની સ્ટડી પુરી થઈ તો તે અમેરિકામાં રહીને ત્યાં જોબ કરતી હતી. અંકુર અગ્રવાલ પણ એન્જિનિયરિંગ પુરુ કરીને બેંગલોરમાં જોબ શરૂ કરી હતી. પછી લગભગ 1 વર્ષ સુધી તેમણે બેંગ્લોરની આ જોબ કરી અને તે પણ અમેરિકા જતાં રહ્યા હતાં. અમેરિકામાં રહેતી વખતે ફરીથી અંકુરની મુલાકાત વૃંદા સાથે થઈ હતી.

અંકુર અગ્રવાલ અને વૃંદા શુક્લા સિવિલ સર્વિસમાં જવા માંગતા હતા. એટલે તેમણે UPSCની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. તે બંનેએ અમેરિકામાં જોબ કરતાં-કરતાં UPSC એક્ઝામની તૈયારી શરૂ કરી દીધી હતી. વર્ષ 2014માં વૃંદાએ પોતાની બીજી એટેમ્પ્ટમાં સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરી હતી. આ પછી તે IPS ઓફિસર બની ગઈ હતી. તેમને નાગાલેન્ડ કેડર મળ્યું હતું. આ પછી વર્ષ 2016માં અંકુરે પોતાના પહેલાં એટેમ્પ્ટમાં જ સિલેક્શન કર્યું હતું અને તે પણ IPS બની ગયા હતાં. અંકુરને બિહાર કેડર પ્રાપ્ત થયું હતું.

આ રીતે બાળપણનો પ્રેમ વૃંદા શુક્લા અને અંકુર અગ્રવાલની મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ હતી. જ્યારે બંને IPS બની ગયા તો તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ પછી ફેબ્રુઆરી 2019માં બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *