Tuesday, April 9, 2024
Google search engine
HomeSportsક્રિકેટર ઈરફાન પઠાણને આવ્યો ગુસ્સો, લખ્યું- મને ખૂબ ખરાબ અનુભવ થયો...

ક્રિકેટર ઈરફાન પઠાણને આવ્યો ગુસ્સો, લખ્યું- મને ખૂબ ખરાબ અનુભવ થયો…

ક્રિકેટર ઈરફાન પઠાણને મુંબઈ એરપોર્ટ પર કડવો અનુભવ થયો. પોતાની પત્ની અને બાળક સાથે મુંબઈથી દુબઈની ફ્લાઈટમાં મુસાફરી કરતાં પહેલા ઈરફાન પઠાણ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. આ અંગે ક્રિકેટરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

એશિયા કપની શરૂઆત 27 ઓગસ્ટથી થઇ રહી છે. ટૂર્નામેન્ટમાં કોમેન્ટ્રી પેનલમાં સામેલ થવા માટે ભારતનો પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ 24 ઓગસ્ટે મુંબઈથી દુબઈની યાત્રા કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે એરપોર્ટ પર ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ઇરફાને એરપોર્ટ પર થયેલી પોતાના પરેશાનીનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પર કર્યો છે.

ઇરફાન પઠાણે ટ્વિટર પર લખ્યું કે આજે હું વિસ્તારા ફ્લાઇટ યૂકે 201થી મુંબઈથી દુબઈની યાત્રા કરી રહ્યો હતો. ચેક ઇન કાઉન્ટર પર ખરાબ વર્તન કરવામાં આવ્યું. વિસ્તારા એરલાઈન્સે અજાણતા મારી કન્ફર્મ બુકિંગ ટિકિટને ડાઉનગ્રેડ કરી રહી હતી. આ સમસ્યામાંથી બહાર આવવા માટે મારે દોઢ કલાક સુધી કાઉન્ટર પર રાહ જોવી પડી હતી. મારી સાથે મારી પત્ની, મારા 8 મહિનાના અને 5 વર્ષના બાળકને પણ આ કષ્ટ ઉઠાવવો પડ્યો હતો.

ઇરફાન પઠાણે વિસ્તારાથી જોડાયેલા સંબંધિત અધિકારીઓ પર આના પર જલ્દી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ઇરફાને પોતાના ટ્વિટ કેપ્શનમાં લખ્યું કે આશા છે કે તમે નોટિસ કરશો અને આ સુધારશો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page