Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightઅંબાણીને પણ ટક્કર મારે એવા લગ્ન અહીંયા યોજાશે, તમે કલ્પના પણ નહીં...

અંબાણીને પણ ટક્કર મારે એવા લગ્ન અહીંયા યોજાશે, તમે કલ્પના પણ નહીં કરો ભવ્યતાની!

બેંગાલુરુઃ કર્ણાટકમાં એક એવા ભવ્ય અને મોંઘા લગ્ન થવા જઈ રહ્યાં છે, જે અંગે આજસુધી તમે માત્ર કલ્પના જ કરી હશે અથવા ફિલ્મોમાં જ જોયા હશે. કર્ણાટકમાં ભાજપના મોટા નેતા શ્રીરામુલુ પોતાની દીકરીના લગ્નમાં 100-200 નહીં પરંતુ 500 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે, જે રાજ્યમાં જ નહીં દેશમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

કર્ણાટક સરકારમાં મંત્રી અને ભાજપના સંકટમોચક ગણાતા શ્રીરામુલુ પોતાની દીકરી રક્ષિતાના લગ્નમાં પાણીની જેમ પૈસા વાપરી રહ્યાં છે અને તેને દેશના સૌથી મોટા અને મોંઘા લગ્નમાંથી એક ગણવામાં આવી રહ્યાં છે.

રક્ષિતાના લગ્ન 5 માર્ચે યોજાશે. 9 દિવસ સુધી ચાલનારા આ લગ્નના ઉત્સવની શરૂઆત 27 ફેબ્રુઆરીથી થઇ ચૂકી હતી. રક્ષિતાના લગ્નની ભવ્યતાનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે એક બે પંડિત નહીં પરંતુ 500 પંડિત આ લગ્ન કરાવશે. પૂજારીઓ અને પંડિતોના રોકાણ માટે બેંગલુરુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ લગ્નમાં અંદાજે એક લાખ મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ મોટી હસ્તીઓ લગ્નસમારોહમાં જોડાશે. આ લગ્નમાં ભાગ લેનારા તમામ અતિથિઓના રહેવા માટે તાજ વેસ્ટ ઇન્ડ હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

આ શાહી લગ્ન માટે 40 એકર જમીનનો ઉપયોગ થશે, જેમાં 15 એકરમાં કાર પાર્કિંગ, 6 એકરમાં ખાવાની વ્યવસ્થા અને બાકી જગ્યાનો ઉપયોગ લગ્નની વિધિ માટે કરવામાં આવશે.

આ લગ્નમાં દુલ્હન રક્ષિતા અને સંબંધીઓને તૈયાર કરવા અને તેના મેકઅપ માટે દીપિકા પાદુકોણના લગ્નમાં જે આર્ટિસ્ટ હતી, તેને જ બોલાવવામાં આવી છે.

અંદાજે 300 લોકો આ શાહી સમારોહને ભવ્ય અને શાહી બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યાં છે. તો લગ્નની જગ્યાને અંદાજે 200 ફૂલવાળા સજાવવામાં લાગ્યા છે.

આ લગ્નની કેટલીક ખાસ તસવીરો માણો..

દુલ્હન નિકટના સંબંધીઓ સાથે ખાસ અંદાજમાં જોવા મળી હતી.

પૂજા દરમિયાન દુલ્હન

સગાઈ દરમિયાન દુલ્હન તથા વરરાજા

પૂજા દરમિયાન દુલ્હન

મહેમાનો સાથે નવવધૂ ને વરરાજા

લગ્ન પહેલાં ભાવિ પતિ સાથે દુલ્હન

લગ્નાં આવેલા બેન્ડ બાજા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page