Friday, April 12, 2024
Google search engine
HomeNationalઅચાનક BMW કાર આવી અને ધડામ દઈને મંદિરમાં ઘુસી, મચી ગઈ નાસભાગ

અચાનક BMW કાર આવી અને ધડામ દઈને મંદિરમાં ઘુસી, મચી ગઈ નાસભાગ

જયપુરમાં બીએમડબ્લ્યૂ કાર ફૂલ સ્પીડમાં એક કૉલોનીમાં ઘુસી ગઈ. અચાનક બેકાબુ બનેલ આ કાર કેટલાંક વાહનોને ટક્કર મારી સીધી મંદિરમાં ઘુસી ગઈ. મંદિરની આસપાસ બેઠેલ લોકો જીવ બચાવી ભાગ્યા. આ દરમિયાન ડ્રાઈવર પણ ભાગી ગયો. ત્યારબાદ આ ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી.

ઘટના સોડાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગાયત્રી નગરની છે. બપોરે લગભગ ત્રણ વાગે આ દુર્ઘટના થઈ. કારમાં ચાર લોકો હતા. જેઓ એક્સિડન્ટ બાદ ત્યાંથી ભાગી ગયા. એક્સિડન્ટ બાદ કૉલોનીના લોકો પોલીસ સ્ટેશન ગયા. પોલીસને ફરિયાદ આપી. સાંજે પોલીસે કાર ચાલક અમન શર્માને બોલાવ્યો.

ઘટના સોડાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગાયત્રી નગરની છે. બપોરે લગભગ ત્રણ વાગે આ દુર્ઘટના થઈ. કારમાં ચાર લોકો હતા. જેઓ એક્સિડન્ટ બાદ ત્યાંથી ભાગી ગયા. એક્સિડન્ટ બાદ કૉલોનીના લોકો પોલીસ સ્ટેશન ગયા. પોલીસને ફરિયાદ આપી. સાંજે પોલીસે કાર ચાલક અમન શર્માને બોલાવ્યો.

સોડાલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે, લાલ રંગની હરિયાણા નંબરની કાર જબ્ત કરવામાં આવી છે. ગાયત્રી નગર વિસ્તારમાં આવેલ એક મંદિરનો ખાસ્સો ભાગ કારની ટક્કરના કારણે તૂટી ગયો છે. આ ગલીમાં ઊભેલાં બીજાં કેટલાંક વાહનોને પણ નુકસાન થયું છે. પોલીસ દુર્ઘટનાનાં કારણો અંગે તપાસ કરી રહી છે. આ દુર્ઘટનામાં કારના આગળના ભાગને બહુ નુકસાન થયું છે. કાર ચાલકનો આલ્કોહૉલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.

સ્થાનિક નિવાસી મુકેશ શર્માએ જણાવ્યું કે, ઘટના સમયે કેટલાક લોકો ત્યાંથી જીવ બચાવવા માટે ભાગ્યા હતા. તેમને પણ વાગ્યું છે. કાર ચાલક સંપૂર્ણપણે નશામાં હતો. તેને ભાન જ ન હતું કે, તે ક્યાં કાર ચલાવી રહ્યો છે અને કઈ સ્પીડમાં ચલાવી રહ્યો છે. તે કાર પર સંપૂર્ણપણે કંટ્રોલ ખોલી ચૂક્યો હતો. આ જ કારણે કાર મંદિર સાથે અથડાઈ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page