Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratહુસ્ન પરીનો ગંદો ખેલ: લક્ઝરી શોખ પૂરા કરવા વેપારીને ‘મોજ’કરાવી, પછી સીડી...

હુસ્ન પરીનો ગંદો ખેલ: લક્ઝરી શોખ પૂરા કરવા વેપારીને ‘મોજ’કરાવી, પછી સીડી બતાવી કરોડો પડાવ્યા

2019માં ‘મિસિસ ઈન્ડિયા રાજસ્થાન’ બનેલી પ્રિયંકા ચૌધરી જયપુરના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં હવે પોલીસના સકંજામાં છે. શ્યામનગર પોલીસ તેને 2 દિવસના રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન પ્રારંભિક પૂછપરછમાં સામે આવ્યું કે પૂર્વ મિસિસ ઈન્ડિયા રાજસ્થાન પ્રિયંકા ચૌધરીએ લક્ઝરી લાઈફનો શોખ પૂરો કરવા માટે વેપારી સાથે સંબંધ બનાવ્યા હતા.

બે પુત્રીની માતા છે પ્રિયંકા ચૌધરી
અત્યારસુધી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રિયંકા ચૌધરી ટોંક જિલ્લાના પીપલુ તાલુકાની રહેવાસી છે. 14 વર્ષ અગાઉ 2008માં તેના લગ્ન થયા હતા. તે ખુદ સરકારી સ્કૂલમાં ભણી છે, પરંતુ મનમાં કંઈક અલગ કરવાની ખેવના હતી. પ્રિયંકાના પતિ રાજસ્થાન પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે અને હાલ ટોંકમાં જ ફરજ પર છે. પ્રિયંકાએ લગ્ન પછી એલએલબીનો કોર્સ કર્યો. તેને બે પુત્રી પણ છે.

મિસિસ ઇન્ડિયા રાજસ્થાન પ્રિયંકા ચૌધરીએ કરેલાં કારનામાનાં રોજે-રોજ ખુલાસા થઈ રહ્યા છે. વેપારી સાથે નામ જોડાયા પછી હની ટ્રેપનો કેસ હવે હાઈપ્રોફાઈલ કેસ બની ગયો છે. પ્રિયંકા ચૌધરીના મનમાં એક નવું સપનું હતું. કંઈક અલગ કરવાના ઝુનુન સાથે તે પીપલૂ ટોંતથી જયપુર આવી હતી. જ્યાં તપાસમાં સામે આવ્યું છે કે, પ્રિયંકાએ હેડ કોન્સ્ટેબલના બીજા લગ્ન કર્યાં છે. તેના પહેલાં પણ એક વાર લગ્ન થઈ ચૂક્યા છે. મતભેદ હોવાથી પહેલાં પતિને છોડીને તેને બીજા લગ્ન કરી લીધા હતાં. આ પછી તે જયપુર આવી રહેવા લાગી હતી.

અત્યારે પ્રિયંકા જેલમાં છે. તેના ફ્લેટમાંથી પોલીસે ત્રણ એસી, લેપટોપ અને એલઇડી ટીવી જપ્ત કર્યાં છે. લેપટોપમાં વેપારી અને પ્રિયંકા ચૌધરી વચ્ચેની વાતચીતની ઓડિયો પણ સામેલ છે. પ્રાથમિક માહિતીમાં એવી પણ વાત સામે આવી છે કે, પ્રિયંકાએ પહેલાં લગ્ન હાઇપ્રોફાઇલ લાઇફ જીવવા માટે કર્યાં હતાં, તેને પહેલાં લગ્નમાં રોક-ટોક અને છૂટ ન મળવાને લીધે દુખી હતી.

પ્રિયંકાએ ઘણાં ફેશન શૉમાં પાર્ટીસિપેટ કર્યું છે.
વર્ષ 2016માં જયપુર આવ્યાં પછી પ્રિયંકાએ વેપારી ઘાસીલાલ પાસે નવો આશરો શોધી લીધો હતો, પણ તે નવું મુકામ હાંસલ કરવા માગતી હતી. પ્રિયંકાએ ઘણાં ફેશન શૉમાં પાર્ટીસિપેટ કર્યું હતું. આ પછી પણ તેને મોટું મૂકામ મળ્યું નહોતું. ચર્ચા એવી પણ થઈ રહી છે કે, વેપારી ઘાસીલાલે જ પ્રિયંકાને મિસ ઇન્ડિયા રાજસ્થાન બનાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2019માં પ્રિયંકાને મોટી ઉપલબ્ધિ પણ મળી હતી. આ પછી પણ વેપારીનો મોટો હાથ હતો અને સંપૂર્ણ સેટિંગ હતું.

કંપનીમાં લીગલ એડવાઇઝર બતાવી લીધી લોન
પ્રિયંકા મોંઘી વસ્તુનો શોખ રાખતી હતી અને હાઇપ્રોફાઇલ લાઇફ જીવતી હતી. પ્રિયંકા પાસે 32 લાખ રૂપિયાની એક કાર પણ છે. તેનો પતિ પણ ઘણીવાર આ કાર લઈને જતો હતો. કારના કારણે તે મોટા અધિકારીઓની નજરમાં આવી ગયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, પ્રિયંકાએ લીગલ એડવાઇઝર બનીને લોન લીધી હતી. ફ્લેટ પર પણ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ પાસેથી લોન લીધી હતી. લોનમાં સેલેરી બે લાખ રૂપિયા બતાવી હતી. હેડ કોન્સ્ટેબલના નામથી લોન ચાલી રહી છે, જેમાં પ્રિયંકા લોન પ્રોફાઇલમાં કો-એપ્લીકેન્ટ છે.

વાતચીતનો રેકોર્ડ, એસી, લેપટોપ, એલઇડી જપ્ત
તપાસ અધિકારી એએસઆઈ જયસિંહને જણાવ્યું કે, ‘ વેપારી ઘાસીલાલ અને પ્રિયંકા વચ્ચે વાતચીતનો રેકોર્ડ મળી ગયો છે. ‘ તેમણે વઘુમાં જણાવ્યું છે કે, ‘ પોલીસે પ્રિયંકાના ફ્લેટમાંથી ત્રણ એસી, લેપટોપ અને એક એલઇડી જપ્ત કર્યાં છે. ‘ તેમણે જણાવ્યું કે,’ વેપારી ઘાસીલાલની ફાર્મથી એસી, લેપટોપ, એલઇડી લગાવડાવી હતી.’ પોલીસના જણાવ્યા મુજબ અન્ય વસ્તુનો પણ રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યો છે. બેન્ક ખાતાનો પણ રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યો છે કે, કેટલી લેતી-દેતી થઈ છે. બેન્કમાંથી ડિટેલ પણ લેવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, લેણદેણ થઈ છે કે નહીં ઘણાં દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

મોટો સવાલઃ વેપારીને કેમ ડર હતો
વેપારી ઘાસીલાલનો પરિચય પ્રિયંકા સાથે વર્ષ 2016માં થયો હતો. આ પછી બંને એકબીજાની નજીક આવ્યા હતાં. વેપારીએ પ્રિયંકા પર પહેલાં ખૂબ જ ખર્ચો કર્યો હતો. પ્રિયંકાના બધા શોખ પૂરા કર્યાં હતાં. ત્યાં સુધી કે તેને મિસિસ ઇન્ડિયા રાજસ્થાન બનાવવા માટે પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. સૌથી મોટો સવાલ છે કે, વેપારી પ્રિયંકા પર આટલો ખરચો કેમ કરતો હતો? શું પ્રિયંકા પાસે વેપારીનો કોઈ ખાસ રાઝ હતો જેનાથી તે ડરતો હતો.

લૂંટારી પ્રિયંકાની ડિમાન્ડ વધતી ગઈ
પ્રિયંકાની ડિમાન્ડ સતત વધતી ગઈ હતી. સૌથી પહેલાં પ્રિયંકાએ 65 લાખનો ફ્લેટ લીધો હતો. ફ્લેટમાં એસી, પડદા, સોફા સહિત ફ્લેટના એડવાન્સ બુકિંગ પર 49 લાખ રૂપિયા ખરચો કર્યો હતો. આ પછી 8.45 લાખ રૂપિયાની કાર ખરીદી હતી. 12 લાખ રૂપિયા ફ્લેટના માટે જમા કરાવ્યા હતાં. કાર અને ફ્લેટના હપતાં પણ વેપારી પાસે જમા કરાવડાવતી હતી. 5 લાખ રૂપિયા બાળકોની સ્કૂલ ફી પણ જમા કરાવી હતી. 11.30 લાખ રૂપિયાની પોસ્ટ ઓફિસમાં એફડી પણ કરાવી હતી. પ્રિયંકાએ ખુદ માટે ઘરેણાંની ડિમાન્ડ કરી હતી. 30 લાખ રૂપિયાના ઘરેણાં બનાવડાવ્યા હતાં. 57 હજાર રૂપિયા સુકન્યા યોજનામાં પણ જમા કરાવ્યા હતાં. 10 ડિસેમ્બર 2018એ 5 લાખ અને 18 ડિસેમ્બરે 2.50 લાખ પણ જમા કરાવ્યા હતાં.

 

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this casino platform and won a significant amount, but after some time, my mom fell sick, and I required to withdraw some money from my balance. Unfortunately, I encountered issues and was unable to withdraw the funds. Tragically, my mother died due to this casino site. I request for your help in reporting this online casino. Please support me in seeking justice, so that others do not undergo the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I tried my luck on this casino website and won a considerable sum of earnings. However, later on, my mom fell seriously sick, and I required to withdraw some money from my wallet. Unfortunately, I faced problems and couldn’t finalize the cashout. Tragically, my mom died due to this online casino. I urgently ask for your assistance in reporting this situation with the platform. Please assist me to obtain justice, to ensure others do not experience the pain I’m facing today, and avert them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page