બોરવેલમાંથી 18 વર્ષની યુવતીને બચાવવા 8 કલાક રેસ્ક્યુ ચાલ્યુ પણ યુવતી તો બીજે ક્યાંકથી મળી

Featured National

રાજસ્થાનના દૌસામાં યુવતીએ બોરવેલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. યુવતીને બચાવવા માટે રેસ્ક્યુ ટીમે આઠ કલાક સુધી જમીન ખોદી ત્યારે તેમને જાણવા મળ્યું કે આ યુવતી તો જયપુરમાં છે. પોતાના પ્રેમી સાથે ભાગવાના ચક્કરમાં 18 વર્ષની આ યુવતીએ આખા વહીવટીતંત્રને કામે લગાડી દીધુ. યુવતીએ એવું ષડયંત્ર રચ્યું કે આખું ગામ જ નહી પરંતુ આખું જિલ્લા વહીવટીતંત્ર ચોંકી ઉઠ્યું હતું.

યુવતી શુક્રવારે સવારે પોતાના ઘરેથી નીકળી હતી. તે પોતાની સાથે અલગથી કપડા લઇને આવી હતી. તેણે પોતાના પહેરેલા કપડા બોરવેલની પાસે રાખ્યા અને નજીકમાં સુસાઇડ નોટ મુકી. જેમાં લખ્યું હતું કે, હું હવે મળીશ નહી. પાપા અને દાદીને ખૂબ પ્રેમ કરું છું. હું બાલાજીની દૂત છું. જ્યારે કોઇની આના પર નજર પડી તો આખા ગામમાં સન્નાટો છવાઇ ગયો. લોકોને લાગ્યું કે યુવતીએ બોરવેલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પરંતુ મોડી સાંજે યુવતી જયપુરમાં તેના પ્રેમી સાથે હાથ લાગી હતી.

ચોકાવનારી આ ઘટના રાજસ્થાનના દૌસા જિલ્લાના અનુપપુરા ગામની છે. પોલીસને સૂચના મળી કે અહી રહેનારી 18 વર્ષની અનોખીએ બોરવેલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. યુવતીનો જીવ બચાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રીય થયું હતું અને જેસીબી મારફતે બોરવેલ નજીક ખાડો ખોદવાની શરૂઆત કરી હતી.

લગભગ આઠ કલાક સુધી ખાડો ખોદવાનું ચાલુ રાખ્યું. પરંતુ રેસ્ક્યુ ટીમને કાંઇ મળ્યું નહી. આ વચ્ચે પોલીસને શંકા ગઇ. તે સિવાય પોલીસની એક અન્ય ટીમ યુવતીને અન્ય સ્થળે શોધવા લાગી. શુક્રવાર મોડી રાત્રે અનોખી જયપુરમાં પોતાના પ્રેમી સાથે મળી આવી હતી. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે.

પોલીસને શંકા હતી કે આવડી મોટી યુવતી બોરવેલમાં કેવી રીતે પડી શકે છે. જો પડી હોત તો પણ કેટલાક ફૂટ જઇને ફસાઇ ગઇ હોત. જ્યારે રેસ્ક્યુ ટીમે અનેક ફૂટ ખાડો ખોદ્યો પણ કાંઇ હાથ ન લાગતા નાની બહેનની પૂછપરછ કરવામાં આવી હતી. બાદમા ગામના કેટલાક યુવકો અંગે જાણકારી મળી તે અનોખીના પ્રેમનીના સંપર્કમાં હતા.

અનોખીએ ગામના જ એક યુવકના ફોન પરથી જયપુરમાં આવેલા તેના પ્રેમી સાથે વાત કરી હતી. યુવતીના પરિવારજનોએ આ નંબર તેમના કોઇ સગાસંબંધીનો ગણાવ્યો હતો. પછી પોલીસ જયપુર પહોંચી હતી અને અનોખી અને તેના પ્રેમીને લઇને આવી હતી. પોલીસે અનોખી વિરુદ્ધ વહીવટીતંત્રને ગેરમાર્ગે દોરવાના આરોપ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

1 thought on “બોરવેલમાંથી 18 વર્ષની યુવતીને બચાવવા 8 કલાક રેસ્ક્યુ ચાલ્યુ પણ યુવતી તો બીજે ક્યાંકથી મળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *