Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratજામનગરનો આખો પરિવાર ગુમ, શું થયું હશે? પોલીસ દોડતી થઈ

જામનગરનો આખો પરિવાર ગુમ, શું થયું હશે? પોલીસ દોડતી થઈ

જામનગરમાં ગોકુલનગર રડાર રોડ પર નવાનગર શેરી નંબર-૫ માં રહેતા એક હોટેલ સંચાલક દંપતી પોતાના ત્રણ સંતાનો સાથે એકાએક લાપતા બની ગયા હતા. જેઓની શોધખોળ પછી ક્યાંય પત્તો નહીં સાંપડતાં આખરે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી છે અને પોલીસ દ્વારા સમગ્ર પરિવારના પાંચેય વ્યક્તિની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જેઓના ગુમ થવા પાછળ આથક સંકળામણ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.

વિગત એવી છે કે જામનગરમાં ગોકુલનગર રડાર રોડ પર નવાનગર શેરી નંબર-૫માં પ્રફુલભાઈ સવાણીના મકાનમાં રહતા અને ગોકુલનગર નજીક બજરંગ ડાઇનિંગ હોલ નામની ભાડાથી ચલાવવામાં આવતી હોટલનું સંચાલન કરતા અરવિંદભાઈ હેમંતભાઈ નિમાવત (ઉ.વ.૫૨) અને તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઈ નિમાવત (ઉ.વ.૪૫) ઉપરાંત પુત્રી કિરણબેન (ઉ.વ.૨૬), પુત્ર રણજીત (ઉં. ૨૪), કરણ નિમાવત (ઉં.૨૨) કે જેઓ ગત ૧૧.૩.૨૦૨૨ ના દિવસે પોતાના ઘેરથી એકાએક લાપતા થઈ ગયા હતા.

જેઓની અનેક સ્થળે શોધખોળ ચલાવવામાં આવી રહી હતી. પરંતુ તેઓનો કોઈ પત્તો નહીં મળતાં આખરે જામનગરના સીટી-સી. ડિવિઝન પોલીસ મથકમાં સમગ્ર પરિવારના ગુમ થવા બાબતે ગૂમનોંધ કરાવવામાં આવી હતી.

જેના અનુસંધાને સીટી-સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. ગોસાઈ દ્વારા પાંચેયની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જેઓના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયા હોવાથી કોઈ સંપર્ક સાધી શકાયો નથી.

સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે. પ્રાથમિક તપાસ દરમિયાન સમગ્ર પરિવાર હોટલનું સંચાલન કરતો હતો અને તેઓએ લોન પણ મેળવી હતી અને છેલ્લા કેટલાક સમયથી આથક સંકળામણ ભોગવતા હતા. જેના કારણે તેઓએ જામનગર છોડી દીધું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page