Friday, April 12, 2024
Google search engine
HomeNationalઆજથી વધેલું ભોજન કચરામાં ફેંકતા પહેલાં એકવાર જરૂરથી આ વાંચી લેજો, આંતરડી...

આજથી વધેલું ભોજન કચરામાં ફેંકતા પહેલાં એકવાર જરૂરથી આ વાંચી લેજો, આંતરડી કકડી ઉઠશે!

અમદાવાદઃ Global Hunger Index, 2018ના રિપોર્ટ પ્રમાણે, 119 દેશોમાં ભારત 103 નંબર છે. આ યાદીમાં ભારત પડોશી દેશો ચીન, નેપાળ, બર્મા, શ્રીલંકા તથા બાંગ્લાદેશથી પાછળ છે. ભારતમાં એક બાજુ રોજ હજારો કિલો ભોજન ફેંકી દેવામાં આવે છે, તો બીજી બાજુ ભારતમાં અનેક વ્યક્તિઓ ભૂખ્યાં સૂઈ રહે છે. આવી ગંભીર હાલત હોવા છતાંય આપણે રોજ ભોજન એમ જ કચરામાં ફેંકી દઈએ છીએ. જોકે, એવા પણ કેટલાંક વ્યક્તિ છે, જે આ સ્થિતિને સુધરવાનો પ્રયાસ કરે છે. આવો જ એક વ્યક્તિ ઝારખંડનો જમશેદપુરનો હરિસિંહ છે. તે ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને પોતાના શહેરના ભૂખ્યા લોકો માટે એક સેવા યજ્ઞ શરૂ કર્યો છે.

The Logical Indian પ્રમાણે, હરિએ વોઈસ ઓફ હ્યુમાનિટી નામની સંસ્થા શરૂ કરી છે, જેનો ઉદ્દેશ એ છે કે કોઈ ભૂખ્યું ના સુએ.

2015મા શરૂઆત
વર્ષ 2015મા થોડાંક સ્વંયસેવકો સાથે હરીએ વોઈસ ઓફ હ્યુમાનિટીની શરૂઆત કરી હતી. હાલમાં આ સંસ્થામાં 250 લોકો કામ કરે છે. તેમજ ગરીબ તથા અસહાય લોકોની મદદ કરે છે.

શું કામ કરે છે? આ સંસ્થા પાર્ટી, ક્લબ, લગ્નમાં જઈને વધેલું ભોજન ભેગું કરે છે અને ભૂખ્યાં લોકો સુધી પહોંચાડે છે. પૂર્વ ક્રિકેટર તથા સાંસદ ગૌતમ ગંભીરે પોતાના ટોક શોમાં હરિસિંહનો ઈન્ટરવ્યૂ લીધો હતો અને વખાણ કર્યાં હતાં.
The Logical Indian સાથે વાત કરતાં હરિ સિંહે શું કહ્યું? કચરાના ઢગલામાં ભોજન જોઈને દુઃખ થતું હતું. એક તરફ રોજના વિવિધ ફંક્શન્સમાં ભોજન ફેંકી દેવામાં આવે છે, બીજીબાજુ હજારો બાળકો અને વૃદ્ધો રસ્તા પર ભીખ માગવા છતાં ભોજન લઈ શકતા નહોતાં. આથી જ તેણે આવી સંસ્થા શરૂ કરી.
કેવી રીતે કામ કરે છે? કોઈ પણ ફંક્શનમાં જો ભોજન વધે તો સંસ્થા પર ફોન આવે છે. સંસ્થા અડધા કલાકમાં જઈને ભોજન લઈ આવે છે અને જરૂરિયાતમંદ લોકોને આપી દે છે. ક્યારેક તો રાતના એક વાગી જાય છે. ભોજન ઉપરાંત ગરીબ બાળકોને મિશન સાક્ષર હેઠળ ભણાવવામાં આવે છે. દેવનગર વસ્તીના કોઢથી પીડિત 90 બાળકોને સંસ્થાની ટીમ ભણાવે છે. સરકારી સ્કૂલનું શિક્ષણ સ્તર પ્રતિદિન ઘટતું જાય છે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતાં આ બાળકોને શિક્ષણ આપવું જરૂરી છે.
મુખ્ય કેમ્પેઈનઃ વોઈસ ઓફ હ્યુમાનિટીના વોલ ઓફ હ્યુમાનિટીના કેમ્પેઈનના વખાણ કરવામાં આવે છે. આમાં દામાં મળેલા કપડાં બાળકોને આપવામાં આવે છે. આ કોન્સેપ્ટ એ રીતે કામ કરે છે દિવાલમાં પર લખી દેવામાં આવે છે કે તમારી પાસે વધારાના કપડાં હોય તો આ દિવાલ પર ટિંગાડી દો. મિશન જીવરક્ષક અભિયાન હેઠળ આ સંસ્થા જરૂરિયાતમંદ લોકોને 1200 યુનિટ લોહી પહોંચાડ્યું છે. હરિ નોકરી તથા આ સંસ્થા સાથે બેલેન્સ રાખીને કામ કરે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page