Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodઆ સેલેબની પત્ની છે બ્યૂટીફૂલ, બંને આ રીતે કરે છે રોમાન્સ, જુઓ...

આ સેલેબની પત્ની છે બ્યૂટીફૂલ, બંને આ રીતે કરે છે રોમાન્સ, જુઓ તસવીરો

ફિલ્મ નિર્માતા એટલી આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ જવાનના કારણે બહુ ચર્ચામાં છે. જેમાં શાહરૂખ અને નયનતારા લીડ સ્ટાર છે. તેમના રોમેન્ટિક વર્કફ્રંટ સિવાય એટલી આજકાલ પહેલીવાર પિતા બનવા બાબતે પણ બહુ ઉત્સુક છે, તેઓ અને તેમનાં પત્ની તેમના આવનાર બાળકના સ્વાગત માટે બહુ ઉત્સાહિત છે, જેની જાહેરાત તેમણે તાજેતરમાં જ કરી છે. આ દંપતિ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ લવિંગ કપલમાંનું એક છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ આ લવિંગ કપલની કેટલીક સુંદર તસવીરો.

એટલી વારંવાર તેમની સ્ટાર વાઈફ પ્રિયા મોહન સાથે તસવીરો શેર કરતા રહે છે. બંને એકબીજા સાથે ખૂબજ ખુશ છે અને દંપતિ વારંવાર એકબીજા સાથેની લાગણીઓ પણ શેર કરતાં રહે છે.

એટલીની પત્ની પ્રિયા દેખાવમાં ખૂબજ સુંદર લાગે છે, જ્યારે ડિરેક્ટરનો રંગ શ્યામ છે, પરંતુ બંને વચ્ચેનો પ્રેમ રંગ અને જાતિ બંનેથી પરે છે.

એટલીને ઘણીવાર તેમના સ્કીન કલર અને જાતિ માટે ટ્રોલ કરવામાં આવે છે પરંતુ તેમની પત્ની પ્રિયા માટે તે સૌથી સારી વ્યક્તિ છે, કારણકે તેણે તેના પતિની ખૂબીઓ જોઈ છે, નહીં કે રૂપ-રંગ અને નાત-જાત. આજ કારણે તેમના સંબંધો બહુ મજબૂત છે અને પ્રેમ ભરપૂર છે.

ડિરેક્ટર એટલી અને તમિલ એક્ટ્રેસ પ્રિયાએ વર્ષ 2014 માં લગ્ન કરતાં પહેલાં 8 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં. આ જોડી સોશિયલ મીડિયા પર એકબીજા માટે લવ-ડૉય પોસ્ટ સાથે દિલ જીતવામાં સફળ રહી છે અને વર્ષો સુધી કપલ્સ ગોલ્સ આપતી રહી છે.

બે મહિના પહેલાં જ એટલી અને પ્રિયાએ તેમનાં લગ્નનાં 8 વર્ષ પૂરાં કર્યાં છે અને હવે બંને પેરેન્ટ બનવાનાં છે.

બહુ જલદી પ્રિયાના ખોળામાં નાનકડા બાળકની કિલકારીઓ ગુંજશે અને બંને તેની બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તો એટલી તેની ગર્ભવતી પત્નીની બહુ સંભાળ રાખી રહ્યા છે.

એટલીએ પ્રિયા સાથેના તેમના પ્રેમાળ સંબંધો શેર કરતાં લખ્યું છે, “આ અમારી 8 મી એનિવર્સની છે, આ યાત્રાએ મને છોકરામાંથી પુરૂષ બનાવી દીધો. @priyaatlee આપણે આપણા જીવનની શરૂઆત શૂન્યથી કરી હતી અને આજે આપણી પાસે જે કઈં પણ છે તે બધુ જ ધીરજ અને નૈતિકતાનું પરિણામ છે, જે મેં તારી પાસેથી શીખ્યું છે… આગળ વધો અને જીતો.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page