જેઠાણીએ દરવાજે પહેરો ભર્યો, સસરાએ દીકરીની ઉંમરની વહુ પર બળાત્કાર ગુજાર્યો

સસરા તથા વહુ વચ્ચે બાપ-દીકરીનો સંબંધ હોય છે. જોકે, હાલમાં જ સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. સસરાએ નવી નવેલી દુલ્હન સાથે જબરજસ્તી સંબંધો બનાવ્યા હતા. નવાઈની વાત એ છે કે સસરાને આ કામમાં પીડિતાની જેઠાણીએ સાથ આપ્યો હતો. સસરા જ્યારે વહુ પર બળાત્કાર કરતા હતા ત્યારે જેઠાણી દરવાજે ઊભી રહીને પહેરો ભરતી હતી.

દીકરાની ગેરહાજરીમાં સંબંધો બનાવ્યાઃ પીડિતાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે અઢી મહિના પહેલાં તેના લગ્ન થયા હતા. લગ્નના દોઢ મહિના બાદ પતિ કમાવવા માટે બીજે જતો રહ્યો હતો. પતિ બહારગામ જતાં જ સસરાની નિયત બગડી હતી. એક દિવસ તે રૂમમાં એકલી હતી ત્યારે સસરાએ જબરજસ્તી સંબંધો બનાવ્યા હતા. જેઠાણીએ આ કામમાં સાથ આપ્યો હતો.

જેઠાણીએ રૂમની બહાર પહેરો ભર્યોઃ પીડિતાએ કહ્યું હતું કે તેની જેઠાણીની નિયત સસરાની સંપત્તિ પર હતી. તેને સસરાની ગંદી નજરોની ખબર હતી. આથી જ તેણે આ વાતનો ફાયદો ઉઠાવ્યો હતો. તે જ સસરાને તેના રૂમ સુધી લઈને આવી હતી અને પછી રૂમની બહાર પહેરો ભરવા લાગી. પીડિતાએ જ્યારે પરિવારમાં આ વાત કહી તો તેને મોં બંધ રાખવાનું કહેવામાં આવ્યું. પરિવારે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પતિ સાથે પોલીસ સ્ટેશન આવીઃ રેપની ઘટનાના દોઢ મહિના બાદ પતિ જ્યારે ઘરે આવ્યો ત્યારે તેણે વાત કહી હતી. પતિએ જ બાપ વિરુદ્ધ ફરિયાદ કરવાનું કહ્યું હતું અને પોલીસ સ્ટેશન લઈને આવ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે કેસ કર્યો છે. હાલમાં આ કેસની તપાસ ચાલે છે. આરોપીની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી.

આ ઘટના પંજાબની છે. આ કિસ્સો હાલમાં ચર્ચામાં છે. લોકોને વિશ્વાસ થતો નથી કે સસરા કેવી રીતે વહુ પર રેપ કરે. પીડિતાએ સસરાને કડકમાં કડક સજાની માગણી કરી છે.

Similar Posts