રાતે મંગેતર સાથે બર્થ-ડે પાર્ટી સેલિબ્રેટ કરી, સવારે રૂમમાંથી મળી બન્ને બહેનોની લાશ

ઝારખંડના રાંચીમાં બે સગી બહેનોનું શંકાસ્પદ મોતની ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, મોડી રાત સુધી બન્ને બહેનોએ બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટી મોટી બહેનના બર્થ-ડે નિમિત્તે હતી અને પાર્ટીમાં સામેલ થવા માટે તેનો મંગેતર પણ આવ્યો હતો. મોડી રાત પાર્ટી પૂર્ણ થયા પછી તમામ મિત્રો પોતાના રૂમમાં જતાં રહ્યા હતાં. બન્ને બહેનો એક જ રૂમમાં સુઈ ગઈ હતી. સવારે જોયું તો બન્ને બહેનોના મૃતદેહ રૂમમાં પડ્યા હતાં. ઘરમાં દરેક જગ્યાએ ઉલ્ટીઓ કરી હતી. પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.

સુત્રો પ્રમાણે, આ બેલ બગાનમાં સંજય લખાની પરિવાર સાથે રહે છે. સંજય રાંચીના મોટા કોન્ટ્રાક્ટર છે. તેમને પુત્રી શીતલ અને માન્ય હતી. શીતલ લખાની (26) રાંચીની મડિકા હોસ્પિટલમાં કાર્યરત હતી. જ્યારે નાની પુત્રી માન્યા (14) રાંચીની સરલા બિરલા સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. મોટી બહેનનો બર્થ-ડે મનાવવામાં આવ્યો હતો.

પાર્ટી ખતમ થયા બાદ મોડી રાતે બન્ને બહેનો રૂમમાં સુવા માટે જતી રહી હતી. ઘરમાં બધું જ બરોબર હતું. પરંતુ સવારે બન્નેની રૂમમાં લાથો પડી હતી. મૃતદેહો જોતાં બન્નેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટર્સે મૃત જાહેર કરી હતી. મોટી પુત્રી શીતલ લખાનીના લગ્ન આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં થવાના હતાં. 6 મહિના પહેલા તેની સગાઈ એચડીએફસી બેંકમાં કામ કરી રહેલા યુવક સાથે થઈ હતી.

બન્ને બહેનોએ આત્મહત્યા કેમ કરી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. એક દિવસ પહેલાં જ તેના ઘરે પાલતું કુતરાનું પણ મોત નિપજ્યું હતું. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે. આ ઘટના આત્મહત્યા છે હત્યા. પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે, બન્ને બહેનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યાં બાદ પોતાના રૂમમાં જતી રહી હતી. સવારે લગભગ 5.40 વાગે તેની માતા રૂમ ખોલીને જોયું તો બન્ને બહેનોએ ઉલ્ટી કરી હતી અને બેભાન હાલતમાં પડી હતી.

રાંચીના ગ્રામીણ એસપી નૌશાદ આલમે જણાવ્યું હતું કે, જે રૂમમાં બન્ને બહેનોનો મૃતદેહ મળ્યાો છે તે રૂમને એફએસએલની ટીમે તપાસ બાદ સીલ કરી દીધો છે. મોટી બહેનના લગ્ન નક્કી થઈ ગયા હતાં અને બર્થ-ડે દરમિયાન તેનો મંગેતર પણ હાજર હતો. પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, બન્ને બહેનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યા બાદ આરામ કરવા જતી રહી હતી જ્યારે મોટી બહેનના થનારો પતિ પણ ઘરે જતો રહ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.