Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodબોલિવૂડનો હેન્ડસમ હંક જ્હોન અબ્રાહમ અમિતાભ બચ્ચન સામે રડી પડ્યો

બોલિવૂડનો હેન્ડસમ હંક જ્હોન અબ્રાહમ અમિતાભ બચ્ચન સામે રડી પડ્યો

બોલિવૂડનો હેન્ડસમ હંક જ્હોન અબ્રાહમ હાલમાં જ અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ 13’માં આવ્યો હતો. જ્હોન અબ્રાહમ ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ના પ્રમોશમ માટે દિવ્યા કુમાર ખોસલા સાથે જોવા મળ્યો હતો. શોમાં જ્હોને બિગ બી સાથે ઘણી જ ધમાલ મસ્તી કરી હતી. જોકે, શોમાં અચાનક જ એક્ટર ઘણો જ ભાવુક થઈ ગયો હતો અને રડવા લાગ્યો હતો.

ફુટબોલ ટ્રિક્સ પણ બતાવી
‘કેબીસી’ના રિલીઝ થયેલા પ્રોમો પ્રમાણે, જ્હોન તથા બિગ બી એકબીજા સાથે વાતો કરે છે અને એક્ટર પોતાની ફુટબોલ ટ્રિક્સ પણ બતાવે છે. વીડિયોની શરૂઆતમાં જ્હોન તથા દિવ્યાની ધમાકેદાર એન્ટ્રી થાય છે. ત્યારબાદ સ્ટેજ પર અમિતાભની સાથે કેટલાંક એક્શન સીન કરે છે. આ જોઈને બિગ બી કમેન્ટ પણ કરે છે કે ‘તમે મારશો કે શું? જ્હોન અબ્રાહમ પોતાની શાનદાર ફુટબોલ ટ્રિક્સ અમિતાભને શીખવે છે. જ્હોન સ્ટેજ પર પોતાની બૉડી પણ ફ્લોન્ટ કરે છે અને જોઈને મહિલા દર્શકો તેને ચિઅર પણ કરે છે.

અમિતાભ સાથેનો કિસ્સો શૅર કર્યો
જ્હોન શોમાં અમિતાભ બચ્ચન સાથેનો એક કિસ્સો શૅર કરે છે. જ્હોન કહે છે, ‘એકવાર હું ‘ધૂમ’ના સમયે તમારા ઘરે આવ્યો હતો. તમે મને એમ કહ્યું હતું કે બાઇક માટે અભિષેકને ક્યારેય બહુ પ્રોત્સાહન આપતો નહીં. જોકે, જેવો અભિષેક આવ્યો તમે તરત જ બોલ્યા, ‘વાહ, શું બાઇક છે.’ જ્હોનની આ વાત સાંભળીને બિગ બી સહિત હાજર તમામ દર્શકો હસવા લાગે છે.

જ્હોન રડી પડ્યો
અમિતાભ બચ્ચન સાથેની મજાક મસ્તીમાં અચાનક જ જ્હોન અબ્રાહમ ભાવુક થઈ જાય છે. તેની આંખમાંથી આંસુ વહેવવા લાગે છે. જ્હોનને રડતો જોઈ સ્ટેજ પર એકદમ શાંતિ પથરાઈ જાય છે અને દરેકની આંખોમાં ઉદાસી જોવા મળે છે. જ્હોન આખરે કઈ વાત પર રડ્યો તે તો શો ટેલિકાસ્ટ થયા બાદ જ ખબર પડશે.

નોંધનીય છે કે જ્હોન તથા દિવ્યા ‘શાનદાર શુક્રવાર’ના એપિસોડમાં જોવા મળશે. ‘સત્યમેવ જયતે’ ફિલ્મ 25 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ 2018માં આવેલી ‘સત્યમેવ જયતે’ની સિક્વલ છે. ‘સત્યમેવ જયતે 2’માં જ્હોન ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં દિવ્યા કુમાર ખોસલા લીડ રોલમાં છે. ફિલ્મને મિલાપ ઝવેરીએ ડિરેક્ટ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page