આ મહિલાને કારણે અદાણીને થયું કરોડોનું નુકસાન, જાણો કોણ છે આ?

Business Feature Right

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના શેર સોમવારે નીચલા સ્તરે પહોંચ્યા હતા. કંપનીના શેરમાં નોંધાયેલા ઘટાડા માટે પત્રકાર સુચેતા દલાલને કારણ માનવામા આવી અને આ માટે તે આખો દિવસ ટ્રેન્ડમાં રહી હતી. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા અદાણી ગ્રુપમાં રોકાણ કરનારા 3 વિદેશી ફંડના અકાઉન્ટ ફ્રિઝ કર્યાની વાત ફેલાઈ હતી, જે પછી અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

NSDLની વેબસાઈટ અનુસાર, ડિપોઝિટરીએ Albula Investment Fund Ltd, Cresta Fund Ltd અને APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડ લિમિટેડના ખાતા ફ્રિઝ કર્યા છે. અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડા માટે પત્રકાર સુચેતા દલાલની ટ્વિટને કારણ ગણાવવામાં આવી હતી.

સુચેતા દલાલને જ વર્ષ 1992માં હર્ષદ મેહતાના કૌભાંડનો ભાંડો ફોડવાનો શ્રેય આપવામા આવે છે. અદાણી ગ્રૂપના શેરમાં થયેલા જંગી ઘટાડા માટે સુચેતા દલાલની ટ્વિટ્સને કારણ ગણાવાતા તે ટ્રેન્ડિંગમાં જોવા મળી હતી.

આ પહેલા બિઝનેસ પત્રકાર સુચેતા દલાલે ટ્વિટ કરી હતી કે,‘સેબી ટ્રેકિંગ સિસ્ટમ પાસે ઉપલબ્ધ સૂચનાઓના બ્લેક બોક્સ બહાર વધુ એક કૌભાંડ સાબિત કરવું મુશ્કેલ છે. આ ભૂતકાળના એક ઓપરેટરનું કમબેક છે. જે તમામ વિદેશી સંસ્થાઓના માધ્યમથી એક સમૂહની કિંમતમાં હેરાફેરી કરી રહ્યું છે. તેમની વિશેષતા અને એક પૂર્વ નાણામંત્રી. કંઈ નથી બદલાતું.’

આ દરમિયાન અદાણી ગ્રૂપ ઓફ કંપનીઝે પોતાના શેર ધરાવતા 3 વિદેશી ફંડના અકાઉન્ટ ફ્રિઝ થવાની વાતનો ઈન્કાર કર્યો છે. ગ્રૂપે આ સમાચારને ખોટા ગણાવ્યાં હતા.

અદાણી ગ્રૂપની કંપનીઓએ BSE અને NSE સાથે જુદા-જુદા કોમ્યુનિકેશન કરી દાવો કર્યો કે તેમના અકાઉન્ટ ફ્રિઝ કરવામા આવ્યા નથી. કંપનીઓએ કહ્યું કે, તેમણે રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ્સ થકી આ વાતની પૃષ્ટિ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *