માતા-પિતા માટે દીકરાની ખુશીથી મોટી દુનિયામાં કોઈ ખુશી નથી. તેમાં પણ માતા-પિતાને દીકરાની ઓળખથી લોકો ઓળખે એ કોઈ પણ માતા-પિતા માટે ગૌરવની વાત છે. માતા અને દીકરાનો આવો જ ભાવુક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો હતો.
સામાન્ય રીતે તમે દીકરો માતાને સલામ કરતો હોય છે. પણ જૂનાગઢમાં માતાએ દીકરાને સલામ કરી હતી. તેનું કારણ હતું દીકરો માતાનો ઉપરી અધિકારી છે. માતાએ ફરજના ભાગરૂપે પુત્રને સેલ્યૂટ કરી હતી.
જૂનાગઢ તાલુકામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા મધુબેન રબારીએ તેમના Dysp પુત્ર વિશાલ રબારીને સેલ્યૂટ કરી હતી. સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં યોજાઈ હતી. અહીં અરવલ્લીના Dysp વિશાલ રબારી પરેડ કમાન્ડર તરીકે ફરજ બજાવી હતી. અહીં એએસઆઈ મધુબેન રબારીએ દીકરા Dysp વિશાલ રબારીને સેલ્યૂટ આપી હતી.
આ પ્રસંગે માતાએ દીકરાને જ્યારે સેલ્યૂટ આપી ત્યારે હાજર સૌ કોઈ લોકોને માન થઈ આવ્યું હતું.