Friday, September 29, 2023
Google search engine
HomeGujaratજૂનાગઢના ભૂવાએ યુવતી પર10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, પછી ગાડીમાંથી ફેંકી દીધી

જૂનાગઢના ભૂવાએ યુવતી પર10 મહિના સુધી દુષ્કર્મ આચર્યું, પછી ગાડીમાંથી ફેંકી દીધી

ગુજરાતમાં વધુ એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. એક યુવતી ઝેરી દવા પીને સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસે તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં યુવતીએ ઘટસ્ફોટ કર્યો હતો કે ભુવાએ 10 મહિના સુધી મારા દુર્ષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં મહિલાએ એવું પણ જણાવ્યું હતું કે ભુવાએ તેને પ્રેગ્નેન્ટ બનાવી દીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનને પહોંચી એક મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી તેને યુવતીને તાત્કાલિક અસરથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ યુવતીએ સોશિયલ મીડિયામાં સુસાઈડ નોટ પણ મૂકી છે. યુવતીએ મુકેલી સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ 10 મહિના સુધી મારા પર દુષ્કર્મ આચર્યું હતું તેમજ ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યો હતો.

સોશિયલ મીડિયામાં મૂકેલી સુસાઈડ નોટમાં યુવતીએ જણાવ્યું હતું કે ”હું 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી નામના ભૂવા પાસે જોવડાવવા ગઈ હતી. ત્યારે ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ મને તેનો પર્સનલ મોબાઈલ નંબર આપ્યો હતો. થોડા સમય સુધી વાતચીત થયા બાદ તેને મને લગ્નનું વચન આપ્યું હતું, અને મને ખોટી રીતે ભ્રમિત કરીને 10 મહિના સુધી મારું શારીરિક શોષણ કર્યું હતું.”

યુવતીએ આગળ લખ્યું છે, ”આ સમય દરમિયાન હું પ્રેગ્નેન્ટ થઈ હતી, પરંતુ સુરજના મનમાં કંઈક બીજું ચાલતું હતું તેણે મને દવા આપી હતી અને છેલ્લાં 1 મહિનાથી મે મૂકીને ચાલ્યો ગયો હતો.”

તેણે વધુમાં જણાવ્યું હતું કે, ”ભૂવા તરીકે જાણીતા સુરજ સોલંકીએ થોડા સમય બાદ સોશિયલ મીડિયામાં મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાઇરલ કરી દીધા હતા. ત્યારબાદ હું સુરજને મનાવવા માટે અમદાવાદ ગઈ હતી પણ આશ્રમ રોડ સર્કલ ઉપર સુરજના એક મિત્ર દ્વારા મને ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી.

એટલું જ નહીં સુરજનો અન્ય એક મિત્ર ગુંજન જોશી સોશિયલ મીડિયામાં લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page