ગુજરાતની આ રાજકુમારીને જોતાં જ જ્યોતિરાદિત્ય સિંધિયાને થઈ ગયો હતો પ્રેમ, જાણો લવ સ્ટોરી

Gujarat

ભોપાલ: જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતાં મધ્યપ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે જ્યોતિરાદિત્યને સપોર્ટ કરવા તેનો પરિવાર પણ સામે આવ્યો છે ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા માધવરાય સિંધિયાનાં પુત્ર છે. જ્યોતિરાદિત્યએ પ્રિયદર્શિની રાજે સિંધિયા સાથે લગ્ન કર્યાં છે. તેમના પત્ની પ્રિયદર્શિની વિશે બહુ જ ઓછો લોકો જાણતાં હશે.

પ્રિયદર્શિની અને જ્યોતિરાદિત્યની મુલાકાત વર્ષ 1991માં થઈ હતી. કહેવાય છે કે, જ્યોતિરાદિત્યને પહેલી જ મુલાકાતમાં પ્રિયદર્શિની સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજાને મળતાં રહ્યાં અને 12 ડિસેમ્બર 1994નાં દિવસે બંનેએ લગ્ન કરી લીધા હતા.

પ્રિયદર્શની રાજે સિંધિયા બરોડાનાં ગાયકવાડ પરિવારના રાજકુમારી છે. તેમના પિતા કુમાર સંગ્રામસિંહ ગાયકવાડ બરોડાનાં છેલ્લાં શાસક પ્રતાપસિંહ ગાયકવાડનાં પુત્ર છે. પ્રિયદર્શનીના માતા પણ નેપાળનાં રાજઘરાનાથી સંબંધ ધરાવે છે. પ્રિયદર્શિનીએ મુંબઈની ફોર્ટ કોન્વેન્ટ સ્કૂલથી અને સોફિયા કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.

આમ તો, તેઓ મીડિયાથી દૂર રહે છે પરંતુ તેમની નજીકના લોકો તેમને શાંત, સુશીલ અને દયાળું કહે છે. વર્ષ 2012માં ફેમિનાએ પ્રિયદર્શિનીને દુનિયાની 50 સૌથી સુંદર મહિલાઓના લિસ્ટમાં સામેલ કર્યાં હતા. પ્રિયદર્શિની સૌથી વધારે સાડીમાં જ જોવા મળે છે. સુંદર મહિલાઓની યાદી સિવાય તેમને 2008માં બેસ્ટ ડ્રેસ્ડ હોલ ફેમ લિસ્ટમાં પણ સામેલ કરાયા હતા.

અનન્યા પાસે એક ગાગા નામનો ઘોડો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ વર્ષ 1993માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે વર્ષ 2011માં સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBA કર્યું છે.

જ્યોતિરાદિત્યા સિંધિયાએ તેમના પિતાનાં મૃત્યુબાદ વર્ષ 2002માં રાજકારણમાં પગલા માંડ્યા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયાના પત્ની પ્રિયદર્શિની રાજે મૂળ વડોદરાના રહેવાસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *