Friday, July 19, 2024
Google search engine
HomeNational374 કરોડના માલિક જ્યોતિરાદિત્યનો વૈભવી પેલેસ, એકથી એક ચડિયાતી કાર્સ, જુઓ તસવીરો

374 કરોડના માલિક જ્યોતિરાદિત્યનો વૈભવી પેલેસ, એકથી એક ચડિયાતી કાર્સ, જુઓ તસવીરો

ભોપાલ: જ્યોતિરાદિત્ય સિંધિયા શાહી પરિવારમાંથી આવે છે. ગ્વાલિયરના મહારાજ જ્યોતિરાદિત્યનો રાજસી વૈભવ આજે પણ કાયમ છે. સ્વતંત્રતા પહેલાં અંગ્રેજો આ રાજવંશના મહારાજાને 21 બંદૂકોની સલામી આપતા હતા. જોકે, હવે આ પ્રોટોકોલ નથી, પરંતુ સિંધિયાનો મહેલ જયવિલાસ પેલેસ ઘણી રીતે અલગ છે. ગ્વાલિયરમાં તેમના પૂર્વજોનો મહેલ છે. તેનું નામ જયવિલાસ પેલેસ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાતના જમાઈ છે. વડોદરાના સ્વ. રાજવી પ્રતાપસિંહ ગાયકવાડના ત્રીજા નંબરના પુત્ર સંગ્રામસિંહની પુત્રી પ્રિયદર્શિની સાથે જ્યોતિરાદિત્યએ લગ્ન કર્યા છે.

આ પેલેસની સુંદરતા આખા દેશમાં પ્રખ્યાત છે. તેની ખાસિયત જાણીને દરેક વ્યક્તિને ઈચ્છા થાય છેકે, એકવાર તેને નજીકથી જોવો જ જોઈએ. મહેલની અંદર રહેલી દરેક વસ્તુઓ તેના રાજસી વૈભવની કહાની કહે છે.

12,40,771 વર્ગ ફૂટમાં ફેલાયેલાં સિંધિયા ઘરાનાનાં આ મહેલનું નિર્માણ જીવાજીરાવ સિંધિયાએ 1874માં કરાવ્યુ હતુ. તેની ડિઝાઈન ફ્રાંસનાં આર્કિટેક્ટ સર માઈકલ ફિલોસને સોંપવામાં આવ્યુ હતુ. તે સમયે તેની કિંમત લગભગ એક કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. હાલમાં તેની કિંમત 10 હજાર કરોડ રૂપિયાથી વદારે આંકવામાં આવે છે. આ મહેલમાં 400 રૂમો છે.

આ પેલેસમાં દુનિયાની નાયાબ વસ્તુઓ છે અને સાથે જ દિવાલોમાં પણ સોનાનું પોલિશ છે. ગ્વાલિયરનાં જય વિલાસ પેલેસનાં 40 રૂમોને હવે મ્યુઝીયમ બનાવી દેવામાં આવ્યું છે. આ ભવ્ય મ્યુઝિયમમાં સિંધિયાકાળનાં અસ્ત્ર-શસ્ત્ર, ડોલી, બગ્ગી અને કાંચનાં પાયા પર રહેલી સીડીઓની રેલિંગને પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.

દરબાર હૉલ પેલેસની સૌથી મહત્વની જગ્યા છે. આ હૉલ 100 ફૂટ લાંબો, 50 ફૂટ પહોળો અને 41 ફૂટ ઉંચો છે. આ મહેલની સૌથી મોટી ખાસિયત, તેના દરબાર હોલમાં લગાવેલાં સાત-સાત ટનનું વજન ધરાવતા બે ઝુમ્મરો છે. જે દુનિયાનાં સૌથી વધુ વજન ધરાવતા ઝુમ્મરો છે.

તેને લગાવતા પહેલાં આર્કિટેક્ટે મહેલની છતની મજબૂતાઈને માપવા માટે સાત દિવસ સુધી છત ઉપર 10 હાથીઓને ઉભા રાખ્યા હતા. કહેવાઈ રહ્યુ છેકે, મહેલનાં ડાઈનિંગ હોલમાં ખાવાનું પીરસવા માટે ચાંદીની એક નાની ટ્રેન રાખવામાં આવી છે. આવી ઘણી આકર્ષક વસ્તુઓ મહેલની સુંદરતામાં વધારો કરે છે.

મહેલની અંદરની દિવાલો પર ઘણા દેશોનાં નકશાઓ અને કલાકૃતિઓની ઝલક દેખાશે. સિંધિયા ઘરાનાની સંપત્તિમાં ગ્વાલિયરનો જય વિલાસ પેલેસ, દિલ્હીનો સિંધિયા વિલા, ગ્વાલિયર હાઉસ સિવાય બીજી પણ સંપત્તિઓનો સમાવેશ થાય છે.

સિંધિયા રાજવંશના શાસક જીવાજીરાવ 8 વર્ષની ઉંમરમાં જ ગ્વાલિયરનાં મહારાજ બન્યા હતા. જ્યારે તેઓ યુવાન હતા, ત્યારે ઈંગ્લેન્ડનાં શાસક એડવર્ડનો ભારતમાં આવવાનો કાર્યક્રમ બન્યો હતો. જીવાજી મહારાજે એડવર્ડને ગ્વાલિયર આવવાનું આમંત્રણ આપ્યુ હતુ. ત્યારે તેમના સ્વાગત માટે તેમણે જયવિલાસ પેલેસ બનાવવાનો વિચાર કર્યો હતો.

જયવિલાસ પેલેસની બહાર લાઈટિંગનો નજારો.

જયવિલાસ પેલેસની અંદરની તસવીર

જયવિલાસ પેલેસનો અંદરનો નજારો.

જ્યોતિરાદિત્ય સિંધિયા પત્ની સાથે.

જ્યોતિરાદિત્ય સિંધિયાને ડ્રાઇવિંગનો ભારે શોખ છે. તેમની રેન્જ રોવર કારમાંથી બહાર નીકળતા જ્યોતિરાદિત્ય.

 

 

RELATED ARTICLES

2 COMMENTS

 1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? ? into this cosmic journey of knowledge and let your mind fly! ✨ Don’t just explore, experience the thrill! ? ? will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

 2. гарантированно,
  Лучшие стоматологи города, для крепких и здоровых зубов,
  Современные методы стоматологии, для вашего уверенного выбора,
  Индивидуальный подход к каждому пациенту, для вашей радости и улыбки,
  Эффективное лечение зубов и десен, для вашего комфорта и уверенности,
  Профессиональная гигиена полости рта, для вашего здоровья и уверенности в себе,
  Индивидуальный план лечения для каждого пациента, для вашей уверенной улыбки
  стоматологічна клініка [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments