Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightલોકોએ દાન કરતાં રાતોરાત બની ગયા હતા પૈસાદાર, હવે ફરી નસીબે મારી...

લોકોએ દાન કરતાં રાતોરાત બની ગયા હતા પૈસાદાર, હવે ફરી નસીબે મારી પલટી

કહેવાય છે કે અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નહોતું તો પામર માણસની તો શું વાત કરવી. દિલ્હીના ફેમસ થયેલા ઢાબાવાલે બાબા ફરી ચર્ચામાં છે. થોડા સમય પહેલાં રોડ પર ખરાબ સ્થિતિમાં ઢાબા ચલાવતા બાબાનો વીડિયો વાઈરલ થયો હતો. બાબાની સ્થિતિ જોઈને લોકોમાં દયાભાવ જાગ્યો હતો. બાબાના ઢાબા પર જમવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં ઢાબાને લાખો રૂપિયાનું દાન પણ મળ્યું હતું. જેનાથી બાબાએ એક નવું રેસ્ટોરન્ટ ખોલ્યું હતું. જોકે બાદમાં બાબાને ફેમસ કરનાર ટ્યૂબર સાથે બાબાને વિવાદ થયો હતો. પૈસાનું અભિમાન આવી ગયું હોય એવા નિવેદનો બાબાએ મીડિયામાં આપ્યા હતા.

જોકે હવે દિલ્હીવાળા બાબા કા ઢાબાનું નસીબે ફરી પલટી મારી છે. કોરોનામાં બાબાને મોટો ફટકો લાગ્યો છે. લોકોએ જમવા જવાનું બંધ કરતાં બાબાની નવી રેસ્ટોરન્ટને તાળું લાગી ગયું છે. મળતી માહિતી મુજબ બાબા ફરી રોડ પર ઢાબા પર આવી ગયા છે.

સુત્રો પ્રમાણે, વીડિયો વાયરલ થયા બાદ બાબા કા ઢાબા હોટલ બહુ સારી ચાલતી હતી. બિઝનેસમાં પ્રોફિટ જોવા મળી રહ્યો હતો. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમની આ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હતી. હવે ફરીથી તેઓ પોતાના ઢાબા પર પરત આવી ગયા છે. આ જગ્યાએથી તેમના વેચાણમાં 10 ઘણો ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા ઘણાં સમયથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યાર બાદ બાબાના રેસ્ટોરન્ટ બંધ કરવાની ફરજ પડી હતી.

બાબાએ કહ્યું હતું કે, દિલ્હીમાં કોવિડ-19ની બીજી લહેરને કારણે તેમને બહુ જ અસર પહોંચી હતી. ત્યારે બાબાએ જણાવ્યું હતું કે, કોવિડ લોકડાઉનને કારણે અમારી રેસ્ટોરન્ટ પર રોજિંદી કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને લોકડાઉન પહેલા 3500 રૂપિયાથી ઘટીને હવે 1000 રૂપિયા થઈ ગઈ છે જે અમારા પરિવાર માટે પર્યાપ્ત નથી.

બાબાએ જે નવો બિઝનેસ શરૂ કર્યો હતો તે ત્રણ મહિનાથીમાં ઠપ્પ થઈ ગયો હતો. આમાં 5 લાખ રૂપિયાનો નફો કરવામાં આવ્યા હતાં. ઘણાં કર્મચારીઓ પણ નોકરી માટે રાખવામાં આવ્યા હતાં. ભાડુ પણ 35000 રૂપિયા હતું, લાઈટ બિલ અને પાણીનું બિલ 15000નો ખર્ચ થાય છે. ત્યારે વેચાણ 40,000થી વધારે થઈ રહ્યો નથી એવામાં રેસ્ટોરન્ટ નુકશાનમાં ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page