Head Tag: Body Tag:

કરીનાના લાડલાએ બાપ્પાની પ્રસાદની થાળીમાંથી લાડુ ચોર્યો

સમગ્ર દેશમાં છેલ્લા 10 દિવસથી ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. ગુરૂવારે અભિનેત્રી કરિના કપૂરે પોતાના ઘરમાં બિરાજમાન ગણપતિ બાપાની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં કરીનાનો નાનો પુત્ર જેહ અલી ખાન તેની માતા સાથે જોવા મળી રહ્યો છે. પરંતુ સામે આવેલ એક તસવીરને ધ્યાનથી જોવામાં આવે તો જેહ અલી ખાન ગણપતિ બાપાની પ્રસાદની થાળીમાંથી લાડુ ચોર્યો હોય તેવું લાગી રહ્યું છે. પુત્ર આવું કરતો હતો છતાં પણ માતા કરીના જોઈ રહી હતી. પરંતુ કરીના દ્વારા શેર કરવામાં આવેલ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર કરિના કપૂરને બહુ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે.

કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી હતી. એક તસવીરમાં જેહ પોતાની માતાના ખોળામાં બેસીને ગણપતિ બાપાના પ્રસાદની થાળીને ધ્યાનથી જોઈ રહ્યો છે જ્યારે બીજી તસવીરમાં તે થાળીમાંથી પ્રસાદની ચોરી કરવાની કોશિશ કરી રહ્યો છે.

કરીના કપૂર દ્વારા ઈન્સ્ટાગ્રામ પર ગણપતિ બાપાની તસવીરો શેર કર્યાં બાદ ચાહકોએ કરિનાને જોરદાર ટ્રોલ કરી હતી. એક યુઝરે લખ્યું કે, હવે આ બધું બતાવવાથી કોઈ ફાયદો નથી. અન્ય એક યુઝર લખ્યું કે, તેણે ઘરમાં પૂજા અને ધૂપના ચશ્માની આવશ્યકતા કેમ છે.

એકે તો સૈફ અલી ખાનને લપેટત લખ્યું હતું કે, સૈફ અલી ખાન ભાઈએ પોતાના બાળકોને ઈસ્લામની જાણકારી આપવી જોઈએ. જ્યારે બીજાએ લખ્યું કે, બધાં આવી ગયા લાઈનમાં….બધાં ગણેશ ચતુર્થિ મનાવવા લાગી ગયા. બધો અહંકાર ગુમાવ્યો.

કરિશ્મા કપૂરે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર થોડી તસવીરો શેર કરી છે. એક તસવીરમાં તે પરિવાર સાથે જોવા મળી રહી છે. જેમાં રણધીર કપૂર, બબિતા કપૂર, રીમા જૈન, અરમાન જૈન, આદર જૈન પણ જોવા મળી રહ્યો છે.