સૈફની પત્ની કરીના કપૂરે 10 કે 20 રૂપિયાનું નહીં પણ આટલા હજારનું પહેર્યું માસ્ક

Bollywood Feature Right

One Gujarat, Mumbai: મુંબઈમાં તો કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે અને દિવસે ને દિવસે આંકડામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગણતરીના દિવસોમાં જ રણબીર કપૂર, આલિયા ભ્ટ, પરેશ રાવલ, વિક્કી કૌશલ, કૈટરિના કૈફ, ગોવિંદા, ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર સહિત અનેક સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે કોરોનાને કારણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પણ સુમસાન માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટાર્સ ચાહકોને વિનંતી કરી રહ્યાં છે કે, તેઓ કોવિડના નિયમોનું પાલન કરે. હાલમાં જ અભિનેત્રી કરીના કપૂરે પણ ચાહકોને એવી જ અપીલ કરી છે. જોકે ચાહકો માટે કરીનાનું માસ્ક ચર્ચાનો વિષય બની ગયું છે. કરીના કપૂરે પહેરેલા માસ્કની કિંમત ખરેખર ચોંકાવનારી છે.

સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહેનાર કરીના કપૂર ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અંગે ચાહકો જાણે છે. અભિનેત્રી કરીનાએ માસ્ક પહેરીને એક તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીરમાં કરીના કપૂર કાળા રંગના માસ્કમાં જોવા મળી હતી અને ચાહકોને પણ આવું કરવા માટે જાગૃત કર્યાં.

આ સાથે જ કરીનાએ કેપ્શનમાં લખ્યું હતું કે, આ કોઈ પ્રોપાગાન્ડા નથી. તમારું માસ્ક લગાવી રાખો. તમને જણાવી દઈએ કે, તસવીરમાં કરીના કપૂરે જે બ્લેક માસ્ક પહેર્યું છે તે એટલું પણ સસ્તુ નથી. માસ્ક પર સફેદ કલરનું LV સિમ્બોલ પણ લગાવવામાં આવેલો છે. આ માસ્ક એક સિલ્ક પાઉચની સાથે મળે છે. આ બ્રાન્ડની વેબસાઈટ પર જો તમે તપાસ કરશો તો માસ્કની કિંમત 355 ડોલર છે. ભારતીય કરેન્સી પ્રમાણે આ માસ્કની કિંમત 25,994 રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2021 કરીના કપૂર માટે બહુ જ ખાસ છે. તેણે 21 ફેબ્રુઆરી 2021ના રોજ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ પોતાના ઘરમાં ન્યૂલી બોર્ન કિડની સારી રીતે સાળ-સંભાળ કરી રહી છે અને તેની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો આ વર્ષે તે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *