કરીના કપૂરે કરી એવી તસવીર શૅર કે પૂર્વ બોયફ્રેન્ડના ભાઈએ કરી દીધી આવી કમેન્ટ

Bollywood Featured

મુંબઈઃ કરીના કપૂર ખાને થોડા સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે અને ડેબ્યૂ બાદથી જ તે ખુબ જ ચર્ચામાં બની રહે છે. તે અત્યાર સુધી તૈમુર, સેફ અલી ખાન, કરીશ્મા કપૂર અને પોતાની માતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેર કરી હતી. હાલમાં જ કરીનાએ માસ્ક પહેરેલી તસવીર શેર કરી છે, જેના પર તેના ફેન્સ અનોખા રિએક્શન આપી રહ્યાં છે.


કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે માસ્ક લગાવીને નજર આવી રહી છે. આ સ્ટાર માસ્ક પહેરીને કરીના એકદમ ક્યૂટ નજર આવી રહી છે. જોકે, કરીનાની આ તસવીર પર કરીનાના એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટરે પણ કમેન્ટ કરી છે. ઇશાને પોસ્ટમાં લખ્યું કે ‘બદન પે સિતારે લપેટે હુએ’ આ સિવાય તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાએ પણ આ તસવીરમાં કમેન્ટ કરી હતી. જોકે, કરીનાએ આ તસવીર ડિલિટ કરી નાખી હતી.


ઉલ્લેખનીય છે કે 6 માર્ચે કરીના કપૂર ખાને પોતાનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું હતું. જેની જાહેરાત પણ સારી રીતે કરવામાં આવી. એકાઉન્ટ બનાવ્યાને 12 કલાકમાં જ અભિનેત્રીના એક મિલિયનથી વધુ ફોલોઅર્સ બની ગયા. ભલે અત્યાર સુધી કરીના કપૂર સોશિયલ મીડિયાથી દૂર રહી પરંતુ સોશિયલ મીડિયા તેનાથી જરાય દૂર રહ્યું નથી.


વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ઇરફાન ખાન સાથે ‘અંગ્રેજી મીડિયમ’માં નજર આવશે, આ ફિલ્મ 13 માર્ચે રિલીઝ થઇ રહી છે. આ સિવાય તે કરણ જોહરની મેગા સ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે રણવીર સિંહ, આલિયા ભટ્ટ, જ્હાનવી કપૂર, વિક્કી કૌશલ, અનિલ કપૂર જેવા સ્ટાર નજર આવશે.

આ મલ્ટીસ્ટારર પીરિયડ ડ્રામાને કરણ જોહરનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ સિવાય તે આમીર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં મોના સિંહ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *