Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતના શિક્ષણમંત્રી આ વાત ધ્યાનમાં લેશે?? વિદ્યાર્થીઓના ફાયદામાં છે આ નિયમ

ગુજરાતના શિક્ષણમંત્રી આ વાત ધ્યાનમાં લેશે?? વિદ્યાર્થીઓના ફાયદામાં છે આ નિયમ

ચેન્નાઈઃ બાળકોને સ્કૂલમાં માત્ર ચોખ્ખુ પીવાલાયક પાણી મળી રહે તે પૂરતુ નથી. તે સમય સમય પર પાણી પીવે તે પણ જરૂરી છે. બાળકો રમતમાં, અભ્યાસમાં મગ્ન હોય છે અને ઘણીવાર ખાવા-પીવાનું ભૂલી જાય છે. સરકારે જમવાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મીડ ડે મીલની શરૂઆત કરે છે પરંતુ પાણીનું શું? પાણીની અછતને કારણે ડિહાઈડ્રેશનનો ભોગ બનીએ છીએ.

એક રિપોર્ટ પ્રમાણે, કેરળની સ્કૂલોમાં લંચ બ્રેક, પીરિયડ પૂરો થયા બાદ પણ ઘંટ વાગે છે, જેને વોટર બેલ કહેવામાં આવે છે, જેમાં બાળકોએ પાણી પીવાનું હોય છે.

કેરળની જેમ જ હવે કર્ણાટક, તમિળનાડુ તથા તેલંગાણાની સ્કૂલ્સમાં વોટર બેલ વગાડવામાં આવશે. ગુજરાતમાં આમ ક્યારે થશે તે ખબર નથી. કર્ણાટકના Uppinangadyમાં આવેલી ઈન્દ્રપ્રસ્થ વિદ્યાલયે વોટર બેલની શરૂઆત કરી છે. આ નિર્ણય પેરેન્ટ્સની ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે. પેરેન્ટ્સે ફરિયાદ કરી હતી કે બાળકો પાણીની બોટલ લઈ જાય છે પરંતુ પીતા નથી.

એક રિપોર્ટ પ્રમાણે, તેલંગાણાના શિક્ષણમંત્રી પી. સબિથા ઈન્દ્રા રેડ્ડીએ તમામ ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસર્સને વોટર બેલ વગાડવાની સૂચના આપી દીધી છે.

વિદ્યાર્થીનીઓ ડિહાઈડ્રેશનનો વધુ શિકાર બને છે. એક રિપોર્ટ પ્રમાણે, સ્કૂલમાં અનેક છોકરીઓ બાથરૂમ ના જવું પડે તે માટે ઓછું પાણી પીએ છે. બાળકો તથા ટીનેજર્સે દિવસમાં ઓછામાં ઓછું 1.4 લીટર પાણી પીવું જોઈએ. પાણીની માત્રા ઉંમર, હાઈટ તથા વજન પ્રમાણે બદલાય છે. જે રીતે કેરળ સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવ્યો તે જ રીતે દેશની તમામ સ્કૂલોએ આ નિયમ બનાવવો જોઈએ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page