દૂધ ગરમ પીવું જોઈએ કે ઠંડું? તમારા સ્વાસ્થ્ય માટે કયું વધારે ફાયદાકારક? જાણો

National

દૂધના સેવનથી થતાં ફાયદા વિશે તો આપણે બધાં જાણીએ જ છીએ. કેલ્શિયમ, આયોડીન, પોટેશિયમ, ફોસ્ફરસ અએ વિટામિન ડીના ગુણોથી ભરપૂર દૂધ આપણા શરીર માટે ખૂબજ ફાયદાકારક છે. ઉપરાંત દૂધના સેવનથી શરીરમાં પાણીની ઊણપ પણ નથી સર્જાતી. પરંતુ આ બધુ જાણવા છતાં, મનમાં એક મુંજવણ હોય છે કે, દૂધ ગરમ પીવું જોઇએ કે ઠંડુ? જો તમારા મનમાં પણ આ જ મુંજવણ હોય તો, આજે અમે લાવ્યા છીએ તમારી સમસ્યાનું સમાધાન. અમે તમને જણાવી રહ્યા છીએ ગરમ અને ઠંડા દૂધના ફાયદા.

સારી ઊંઘ માટે ગરમ દૂધ
જો તમને અનિંદ્રાની સમસ્યા સતાવતી હોય તો, તો રોજ સૂતાં પહેલાં એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઇએ. દૂધમાંથી મળતાં એમિનો એસિડ સેરોટિન અને મેલાટોનિન કેમિકલના સ્ત્રાવને વધારે છે, જેનાથી તમને આરામ મળે છે અને સારી ઊંઘ આવે છે.

માસિક ધર્મ સમયે
માસિક ધર્મ દરમિયાન મહિલાઓના મૂડમાં બદલાવ જોવા મળે છે. જો તમને પણ આવું અનુભવાતું હોય તો, એક ગ્લાસ ગરમ દૂધ પી લો. તેનાથી તમને રાહત અનુભવાશે.

તાવ-શરદીમાં
દૂધ અને મધને મિક્સ કરીને પીવાથી તાવ-શરદીમાં બહુ જલદી રાહત મળે છે. દૂધ અને મધને એક સાથે મિક્સ કરવાથી તે એન્ટી-બેક્ટેરિયલ બની જાય છે અને વાયરલ સમસ્યાઓમાં રાહત મળે છે.

પેટ સાથે સંકળાયેલ સમસ્યામાં
ઠંડા દૂધનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે. એસિડિટી થતાં પેટમાં બળતરા થાય છે. એટલે ઠંડુ દ્દૂધ પીવાથી રાહત અનુભવાય છે. આ સાથેજ દૂધમાં રહેલ કેલ્શિયમ શરીરમાં એસિડ બનતો અટકાવે છે અને પેટમાં રહેલ વધારાના એસિડને શોષે છે. ઠંડા દૂધના સેવનથી શરીરમાં પાણીની ઊણપ નથી રહેતી અને શરીર હાઇડ્રેટ રહે છે. ઠંડું દૂધ પીવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારે હોઇ શકે છે. આ સિવાય વર્કઆઉટ પૂરું કર્યા બાદ ઠંડુ દૂધ પી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *