2 વર્ષથી ચાર ખેડૂત મિત્રો કરતાં હતાં ખોદકામ ને અંદરથી નિકળ્યો લાખો રૂપિયાનો હીરો પછી…
મધ્યપ્રદેશના પન્નામાં ક્યારે કોઈનું નસીબ ચમકી જાય તે કહી શકાય નહીં. ઘણાં એવા મજૂર અને ખેડૂત છે જેનું નસીબ રાતોરાત બદલાઈ ગયું છે. આવો જ એક મામલો શુક્રવારે સામે આવ્યો છે. જરુઆપુરમાં એક ખેડૂતને ખોદકામમાં 6.47 કેરેટનો હીરો મળ્યો છે. તેની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે.
ખેડૂતે કહ્યું કે, ”તેને ભોળાનાથની કૃપાથી આટલો મોટો હીરો મળ્યો છે. અમે 5 લોકો પાર્ટનર છીએ, હીરો મળતાં જ પાંચેય પાર્ટનર ખુશ થઈ ગયા હતાં. ખોદકામ દરમિયાન અચાનક હીરો મળ્યો હતો જે જોઈને અમને પહેલા તો વિશ્વાસ થતો ન હતો.
ખેડૂત પ્રકાશ મજૂમદારે જણાવ્યું કે, ”અમે 5 લોકો પાર્ટનર છીએ. બે વર્ષથી ખાણમાં ખોદકામ કરી રહ્યા હતાં. શુક્રવારે ખેદકામ દરમિયાન ચમકતો હીરો બહાર નીકળ્યો હતો. તેને લઈને હીરા કાર્યાલય પહોંય્યા હતાં. આ હીરાની હરાજીમાંથી જે રૂપિયા મળશે તેને અંદરોઅંદર વેચી દેશું. આ રૂપિયા પોતાના બાળકોના ભવિષ્યમાં ખર્ચ કરીશું.”
મજૂમદારનું કહેવું છે કે, ”આ પહેલાં પણ એક 7.44 કેરેટ અને બે 2.50 કેરેટના હીરા મળી ચૂક્યા છે.” પ્રભારી હીરા અધિકારી નૂતન જૈને કહ્યું કે, ”મજૂમદાર નિવાસી જરુઆપુરના ખેતરમાંથી 6.47 કેરેટનો ઉજ્જવળ હીરો મળ્યો છે. તેની કિંમત શાસકીય દરથી નક્કી કરવામાં આવશે. આ હીરાને આવનારી હરાજીમાં મૂકવામાં આવશે.”