Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratમહેસાણાનો જવાન જમ્મુ-કાશ્મીરમાં થયો શહીદ, આખું ગામ હિબકે ચઢ્યું

મહેસાણાનો જવાન જમ્મુ-કાશ્મીરમાં થયો શહીદ, આખું ગામ હિબકે ચઢ્યું

મહેસાણા: જમ્મુ કાશ્મીરમાં મહેસાણાના ખેરાલુના જવાન શહીદ થયા હતાં. જેને લઈને ખેરાલુના કુડા ગામે માતમનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના જવાન પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન મોત નિપજ્યું હતું. ખેરાલુના કુડા ગામે પરિવારે દિકરો ગુમાવતા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

શહિદની ડેડબોડી શુક્રવારે સવારે ખેરાલૂ લાવવામાં આવવામાં આવ્યો હતો. શહીદ થનાર પ્રવીણજી પ્રધાનજી ઠાકોરના લગ્ન 12/5/19ના રોજ વિસનગર તાલુકાના ગોઠવા ગામની મનીષાબેન ઠાકોર સાથે થયા હતા. 25/6/19ના રોજ તેઓ જમ્મુ ACP આમી બટાલીયનમાં પોતાની ફરજ બજાવતા હતા.

મૃતક જવાન છેલ્લા 3 વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. મહત્વનું છે કે, એક મહિના પહેલા જ મૃતક જવાનના લગ્ન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ખેરાલુના કુડા ગામે પરિવારે દિકરો ગુમાવતા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

કુડા ગામે રહેતા ગરીબ પરિવારને પોતાનો પુત્ર શહીદ થયાના સમાચાર સાંભળતાં જ તેવો ભાંગી પડ્યા હતા. શહીદ જવાનના પરિવારમાં માતા, પિતા, ભાઈ, બહેન અને પત્ની ઘેરા શોકમાં સરી પડ્યા હતા. કુડા ગામમાં ભારે ઘેરા શોકની લાગણીમાં ગ્રામજનો ડુબી ગયા હતા.

શહીદ થયેલા જવાનના પિતાએ ખેતમજુરી કરી બંન્ને પુત્રોને ભણાવતા હતા જ્યારે એક પુત્ર પ્રવિણજી આર્મીમાં નોકરી મળતાં પરિવાર અત્યંત આનંદમય જીવન પસાર કરતો હતો. આ ઉપરાંત બીજો પુત્ર જોરાજી કે જે હાલ અભ્યાસની સાથે આર્મીમાં જોડાવા માટેની તૈયારી પણ કરી રહ્યો છે. પરિવારને પોતાનો પુત્ર પ્રવિણજી શહિદ થયાના સમાચાર મળતાં જ પરિવારના માથે આભ તુટી પડ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page