કિઆ હવે આવી ઈલેક્ટ્રિક, 5 મિનિટના ચાર્જિંગમાં ચાલશે 112 કિમી

Business

નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની Kia કોર્પોરેશનની નવી ઈલેક્ટ્રિક એસયુવી કાર Kia ઈવી-6 ને શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. Kia એ તાજેતરમાં અમેરિકામાં ઈવી-6નું બુકિંગ શરૂ કર્યું હતું. એક એહવાલ અનુસાર, બુકિંગ શરૂ થયાના અમુક કલાકમાં જ કારનો પ્રથમ લૉટ વેચાયો હતો. પ્રથમ લૉટમાં કંપનીએ 1500 યુનિટ વેચાણ માટે રાખ્યા હતા. જે અમુક જ કલાકમાં લોકોએ બુક કરી હતી. Kia ઈવી-6ની વિશેષતા એ છે કે તેની બેટરીને માત્ર 5 મિનિટ ચાર્જ કરવાથી 112 કિ.મી. સુધી કાર ચલાવી શકાય છે. Kia મોટર્સની આ ઈલેક્ટ્રિક કાર વધુ રેન્જ આપનાર ટેસ્લાની કાર્સને ટક્કર આપશે.

Kiaએ નવી કારની બુકિંગને વધારવા શાનદાર ઓફર રજૂ કરી હતી. કંપની આ ઓફર્સ હેઠળ કારની સાથે એપલ વોચ, કાર માટે હોમ ચાર્જર અને એક નેશનલ ચાર્જિંગ નેટવર્ક હેઠળ 1000 kwh ના ક્રેડિટ સહિતના વિકલ્પ સામેલ હતા. જોકે લોકોએ એપલ વોચના બદલે હોમ ચાર્જરની પસંદગી કરી હતી. 80 ટકાથી વધુ ગ્રાહકોએ એપલ વોચના સ્થાને ઈવી હોમ ચાર્જિંગ યુનિટ ઘરે લઈ જવામાં રસ દાખવ્યો હતો.

Kia ઈવી-6 કંપનીની પ્રથમ ડેડિકેટેડ ઈલેક્ટ્રિક કાર છે, જે હાલમાં લોન્ચ કરવામા આવી હતી. Kia ઈવી-6 કાર કંપનીના નવા ઈવી- પ્લેટફોર્મ (ઈલેક્ટ્રિક ગ્લોબલ મૉડ્યુલર પ્લેટફોર્મ) પર તૈયાર કરવામા આવી છે. આ પ્લેટફોર્મને હ્યુન્ડાઈ IONIQ 5 માં પણ વાપરવામા આવ્યું છે. Kia એ પોતાની એસયુવીને 3 ટ્રિમ્સ ઈવી6, ઈવી6 જીટી, ઈવી6 જીટી લાઈનમાં રજૂ કરવામા આવી છે. આ સાથે Kia ઈવી-6 કંપનીની નવી ડિઝાઈન ફિલોસોફીનો ભાગ છે, જેનો આવનાર સમયમાં કંપનીની અન્ય કાર્સમાં પણ ઉપયોગ કરાશે. આ નવી ડિઝાઈન ફિલૉસોફી ‘ઓપોઝિટ્સ યુનાઈટેડ’ હેઠળ ડિઝાઈન કરવામા આવી છે, જે કુદરત અને માનવતામાં જોવા મળતા વિરોધાભાસથી પ્રેરિત છે. આ ઈલેક્ટ્રિક વાહનમાં કંપનોનો નવો લોગો પણ જોવા મળશે.

Kia ઈવી-6 ઈલેક્ટ્રિક વાહનમાં 2 બેટરી પેક મળશે. લોન્ગ રેન્જ વેરિએન્ટમાં 77.4 kwh નું બેટરી પેક અપાશે. જ્યારે કારમાં સ્ટાન્ડર્ડ વેરિએન્ટમાં 58.0 kwh નું બેટરી પેક મળે છે. ઈવી6 જીટી-લાઈનમાં આ બંને બેટરી પેક આપવામા આવ્યા છે. પરંતુ ઈવી6 જીટીમાં માત્ર લોન્ગ રેન્જ બેટરી પેક મળશે. આ કંપનીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર છે, જેમાં 2 વ્હિલ ડ્રાઈવ અને 4 વ્હિલ ડ્રાઈવ બંને વિકલ્પ આપવામા આવ્યા છે. ઈવી-6ની લંબાઈ 4680 મિ.મી., પહોળાઈ 1800 મિ.મી. અને ઊંચાઈ 1550 મિ.મી. છે. આ કારનું વ્હિલબેસ 2900 મિ.મી.નું છે.

પાવર અને સ્પીડ
ઈવી6નું લોન્ગ રેન્જ વેરિએન્ટના 2 વ્હિલ ડ્રાઈવ વેરિએન્ટમાં 77.4 kwh નું બેટરી પેક મળે છે. જે ફુલ ચાર્જ પર 510 કિ.મી. સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. જ્યારે 4 વ્હિલ ડ્રાઈવ વેરિએન્ટ 325 પી.એસ. પાવર જનરેટ કરે છે. આ ઈલેક્ટ્રિક ક્રૉસઓવર એસયુવી માત્ર 5.2 સેકન્ડમાં 0 થી 100 કિ.મી.ની પ્રતિ કલાકની સ્પિડ પકડી શકે છે.

જીટી ટ્રિમની પાવર
ઈવી-6 ઈલેક્ટ્રિક ક્રોસઓવરમાં 4 વ્હિલ ડ્રાઈવ જીટી વર્ઝનમાં 430 કિલોવૉટની ડ્યુઅલ મોટર આપવામા આવી છે. જે 740 એન.એમ. ટોર્ક જનરેટ કરે છે. આ વેરિએન્ટની ટોપ સ્પિડ 260 કિ.મી. પ્રતિ કલાક છે. આ વેરિએન્ટ સાથે એક વિશેષ લિમિટેડ સ્લિપ સૉફ્ટવેર મળે છે.

ચાર્જિંગ અને ડ્રાઈવિંગ રેન્જ
Kia ઈવી-6 ઈલેક્ટ્રિક કારમાં 800 વોલ્ટ અને 400 વોલ્ટનું ચાર્જિંગ સિસ્ટમ છે. જે ઈવી6 કારને 18 મિનિટમાં 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ કરે છે. માત્ર 4 મિનિટ 30 સેકન્ડમાં કાર એટલી ચાર્જ થાય છે કે 100 કિ.મી.નું અંતર કાપી શકે. કંપનીએ દાવો કર્યો કે, Kia ઈવી-6 ઈલેક્ટ્રિક એસયુવી ફુલ ચાર્જિંગમાં 510 કિ.મી. ચાલી શકે છે. કારના ઓવરઓલ ફ્રન્ટ લુકમાં નવી ડિઝાઈનના એલિમેન્ટ જોવા મળી શકે છે. જેને Kia ડિજીટલ ટાઈગર ફેસ કહે છે. જે Kia ની સિગ્નેચર ટાઈગર-નોજ ગ્રિલ લુકને હાઈલાઈટ કરે છે.

ઈવી6 કારના ઈન્ટિરિયરની વાત કરીએ તો તેમાં તમને અન્ય કાર કરતા વધુ સ્પેસ મળે છે. ઈવી-6માં ડ્રાઈવરની ચારેય બાજુ કોકપિટને સમેટવામાં આવી છે. તેમાં એક મોટું ડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સેન્ટ્રલ ઈન્ફોટેનમેન્ટ સ્ક્રિનને એક ઘુમાવદાર બ્લેક ડેશબોર્ડમાં ઈન્ટિગ્રેટ કરવામા આવ્યું છે. આ કારમાં એક ટૂ-સ્પોક સ્ટિયરિંગ આપવામા આવ્યું છે. જેની સામે એર ફ્લોટિંગ 2 સ્ટેજનું કંસોલ મળે છે. જેમાં સ્ટાર્ટ બટન, રોટેટિંગ ગિયર લીવર મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *