Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightબંગાળ હિંસામાં માર્યા ગયેલા કાર્યકરોના પરિવારને આમંત્રણ, મોદીના શપથગ્રહણમાં થશે સામેલ

બંગાળ હિંસામાં માર્યા ગયેલા કાર્યકરોના પરિવારને આમંત્રણ, મોદીના શપથગ્રહણમાં થશે સામેલ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં જ્યાં મોટી-મોટી હિસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે પાર્ટીએ પશ્ચિમ બંગાળ હિંસામાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરોના પરિવારજનોને વિશેષ રીતે આમંત્રણ મોકલ્યું છે. આ લોકોના રહેવા-જમવાની તમામ વ્યવસ્થા પાર્ટીએ કરી છે. આ એ પાર્ટી કાર્યકરોના પરિવારજનો છે, જેમણે ભાજપને પશ્ચિમ બંગાળમાં આગળ વધારવા માટે પોતાના જીવની કુરબાની આપી હતી. શપથ ગ્રહણમાં પશ્ચિમ બંગાલના સીએમ મમતા બેનરજી ઉપસ્થિત રહેવાના છે. આમ આ પગલાંને ભાજપનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવે છે.

પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં જતાં પહેલા હિંસામાં માર્યા ગયેલા ભાજપ કાર્યકર મનુના પુત્રે કહ્યું, “મારા પિતાને ટીએમસીના ગુંડાઓએ મારી નાખ્યા હતા. અમે હવે ખુશ છીએ કે અમે દિલ્હી જઈ રહ્યા છીએ. અમારા વિસ્તારમાં હવે શાંતિ છે.”

54 પરિવારને આપવામાં આવેલા આ આમંત્રણને બંગાળમાં ભાજપનું કદ મોટું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આમંત્રણ સૂચીમાં 16 જૂન 2013થી 26 મે 2019 સુધી જેટલા કાર્યકરો રાજકીય હિંસાના શિકાર થયેલા છે તેમના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપના રેકોર્ડ મુજબ 16-06-2013ના રોજ નૃપેન મંડલ નામના કાર્યકરની સૌ પહેલાં હત્યા થઈ હતી. ભાજપનો આરોપ છે કે ટીએમસી કાર્યકરોએ તેની હત્યા કરી હતી.

નોંધનીય છે કે પીએમ મોદી 30 મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે. શપથ સમારોહમાં બિમ્સટેક સહિત 8 દેશોના નેતા સામેલ થશે. ભાજપે પશ્ચિમ બંગાલના સીએમ મમતા બેનરજીને પણ આમંત્રણ મોકલ્યું છે, જેનો તેમણે સ્વિકાર પણ કર્યો છે.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page