Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratકીર્તિદાન ગઢવીને પત્નીએ ખૂબ જ સુંદર અને કિંમત કાર ગિફ્ટમાં આપી, ડાયરાકિંગ...

કીર્તિદાન ગઢવીને પત્નીએ ખૂબ જ સુંદર અને કિંમત કાર ગિફ્ટમાં આપી, ડાયરાકિંગ થઈ ગયા ભાવુક

પોતાના સૂરથી આખા ગુજરાતને ઘેલું લગાવનાર ડાયરાકિંગ કીર્તિદાન ગઢવીનો ગઈ કાલે બર્થડે હતો. કીર્તિદાન ગઢવીને તેના જન્મદિવસ પર પત્ની સોનલ દ્વારા ખૂબ જ કિંમતી ગિફ્ટ આપવામાં આવી છે. પત્નીએ કીર્તિદાનને શાનદાર કાર toyotavellfire કાર ગિફ્ટ કરી છે. ગુજરાતમાં બહુ જ ઓછા લોકો પાસે કાર હશે. આ કારની અંદાજે 1 કરોડ રૂપિયા કિંમત છે. આ લૂકમાં ખૂબ જ રીચ છે. એક મહિનામાં આ ત્રીજા સિંગર્સે કાર ખરીદી છે. આ પહેલાં જીજ્ઞેષ કવિરાજ અને કિંજલ દવેએ મર્સિડિઝ કાર ખરીદીને ધમાકો મચાવ્યો હતો.

કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે જન્મ દિવસ ઉજવ્યો હતો. રાજકોટ સ્થિત ઘરમાં કીર્તિદાને પરિવારના અંગત લોકોની હાજરીમાં જન્મ દિવસ ઉજવ્યો હતો. આ તકે તેમણે પત્ની સોનલ ગઢવી અને પુત્રો ક્રિષ્ના અને રાગને કેક ખવડાવી હતી. કીર્તિદાનના બર્થ-ડે નિમિત્ત જીજ્ઞેશદાદાએ ઘરે પધારીને તેમને આશીર્વાદ આપ્યા હતા. પતિ કીર્તિદાનના બર્થડે પર પત્નીએ ખૂબ જ કિંમતી શાનદાર કાર ગિફ્ટ કરી છે.

પત્ની સોનલ ગઢવીએ કીર્તિદાન ગઢીવીને toyotavellfire કાર ગિફ્ટ આપી છે. પત્નીએ ખૂબ જ સુંદર કાર ગિફ્ટમાં આપતાં કીર્તિદાન ગદગદિત થઈ ગયા હતા. કીર્તિદાન ગઢવીએ પોતાના ઘરની બહાર કાર ઉભી રાખી તસવીરો પણ ખેંચાવી હતી.

કીર્તિદાનના પત્ની અને પરિવાર કાર પર ચાંદલા કરી પૂજા કરી હતી. વ્હાઈટ કલરની અલગ જ ડિઝાઈનની કારકીર્તિદાન ગઢવીની પર્સનાલિટી સાથે મેચ થતી હતી. નોંધનીય છે કે કીર્તિદાન ગઢવી પાસે પહેલાંથી મર્સિડિઝ, ફોર્ચ્યુનર જેવી એકથી એક ચડિયાતી કાર છે.

કીર્તિદાનને ગિફ્ટમાં મળેલી toyotavellfire કારની ડિઝાઈન યુનિક છે. આ કારની ઓન રોડ અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ સેવન સિટર ફેમિલી કાર છે. અંદર ખૂબ જ સ્પેસ એ આ કારની ખાસિયત છે. આ કારની લંબાઈ અંદાજે 16 ફુટ છે .

કીર્તિદાનની આજની સફળતામાં વર્ષોનો સંઘર્ષ છૂપાયેલો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, સુખમાં બાળક મોડું મોટું થાય છે પણ દુઃખમાં વહેલું મોટું થઈ જાય છે. મેં એટલો સંઘર્ષ કર્યો છે કે મારી જગ્યાએ કોઈ બીજો કલાકાર હોત તો આ ફિલ્ડ છોડીને જતો રહ્યો હોત.

કીર્તિદાને જીવનના ખૂબ સંઘર્ષ કર્યો છે. કિર્તીદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1975ના દિવસે આણંદ જિલ્લાના વાલોર ગામમાં થયો હતો. તેમણે 12મું પાસ કર્યાં બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે પોતાની કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યાર બાદ કિર્તીદાન ગઢવી સંગીતની તાલીમ માટે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા હતા. સંગીતની તાલીમ લીધા બાદ તેમણે એક મ્યુઝિકલ કોલેજમાં નોકરી પણ કરી હતી બાદમાં ઈશુદાન ગઢવી સાથે બે વર્ષ સુધી અલગ અલગ લોકડાયરામાં નાના મોટા કાર્યક્રમો પણ કર્યા હતા.

કીર્તિદાને કહ્યું હતું કે સંઘર્ષના દિવસોમાં આ ફિલ્ડમાં નામ કમાવવા ખૂબ સહન કરવું પડ્યું છે. અમુક પોગ્રામમાં ચાર-પાંચ વાગ્યે ગાવાનો વારો આવતો તો અમુક જગ્યાએ ચાન્સ પણ મળતો નહીં. અમુક કલાકારો તો મોંઢા બગાડીને કહેતા કે આને કોને બોલાવ્યો. ગાવાની વાત તો દૂર સ્ટેજ પર બેસવા પણ દેતા નહોતા. પણ હું માનું છું કે સંઘર્ષમાં જ ઘડતર થાય છે.

ધ્યગુજરાતમાં જન્મેલા કીર્તિદાનની ‘કીર્તિ’ બાદમાં સૌરષ્ટ્ર-કચ્છમાં ખ્યાતિ ફેલાઈ. કીર્તિદાનના સૂરનો એવો તો જાદુ ફેલાયો કે સૌરષ્ટ્ર-કચ્છ કીર્તિદાનના ડાયરામાં હકડેઠઠ માનવ મેદની ઉમટવા લાગી.

ધીમે-ધીમે સૌરાષ્ટ્ર બહાર ગુજરાતના અન્ય વિસ્તાર અને બાદમાં ગુજરાત બહાર મુંબઈમાં કીર્તિદાનના ડાયરા યોજાવા લાગ્યા. ગુજરાતીઓનો પ્રેમ કીર્તિદાન પર એવો વરસ્યો કે ગુજરાતની બહાર પણ તેમની ડિમાન્ડ થવા લાગી. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં રહેતા ગુજરાતીઓમાં કીર્તિદાનના સૂરનો જાદુ ચાલ્યો હતો.

આજે કીર્તિદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે. અમુક ગીત અમુક કલાકારો માટે બનેલા હોય છે. એ જ રીતે ‘મોગલ છેડતાં કાળો નાગ’ એ કીર્તિદાનનું બ્રાન્ડ સોંગ ગણાય છે. બોલિવૂડ મ્યુઝિક ડિરેક્ટર સચીન-જીગરના ‘લાડલી’ આલ્બમમાં કીર્તિદાનના અવાજને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

કીર્તિદાનને પરિવારમાં પત્ની સોનલ, અને બે પુત્રો ક્રિષ્ના અને રાગ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ડાયરાના વધુ પોગ્રામના કારણે કીર્તિદાન બાદમાં રાજકોટ શિફ્ટ થયા હતા. કીર્તિદાન ગુજરાતી લોકસાહિત્યને વધુ આગળ લઈ જવા માગે છે. તેમણે કહ્યું હતું કે જે રીતે પંજાબી અને અન્ય પ્રાદેશિક લોકસાહિત્યને દુનિયા સાંભળે છે, એ જ રીતે તેઓ ગુજરાતી લોકસાહિત્યને આગળ લઈ જવા ઈચ્છે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page