જે છોકરી સામે કોઈ જોતું નહોતું એ બની ગઈ સુપર મોડેલ, લોકો હવે મળવા કરે છે પડાપડી

કેરળના રસ્તાઓ પર ફુગ્ગા વેચતી છોકરી હવે પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં છે. કેરળમાં અન્ડાલુર કાવુ ફેસ્ટિવલ દરમિયાન પય્યાનન્નૂરના અર્જુન કૃષ્ણન નામના ફોટોગ્રાફરની નજર કિસ્બુ નામની એક છોકરી પર પડી. તે ફુગ્ગા અને પ્રકાશની વચ્ચે ઊભી હતી. આ છોકરીનો લુક એટલો સુંદર હતો કે અર્જુન પોતાને રોકી શક્યો નહીં અને તેણે તરત તેનો એક ફોટો ક્લિક કરી લીધો. તેના પછી તેને છોકરી અને તેની માતાને પણ ફોટો બતાવ્યો. આ ફોટોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો જેના પછી કિસ્બુનો ફોટો વાઈરલ થઈ ગયો.

માતા-દીકરી બંને અર્જુન દ્વારા ક્લિક કરવામાં આવેલા ફોટોને જોઈને ઘણી ખુશ હતી. કિસ્બુ એક રાજસ્થાની પરિવારની છે અને તે કેરળના રસ્તા પર ફુગ્ગા વેચતી હતી, પરંતુ કિસ્બુને અંદાજ પણ નહોતો કે તેની કિસ્મત આ રીતે બદલાઈ જશે.

કિસ્બુનો ફોટો ક્લિક કર્યાના બે દિવસ પછી અર્જુન કૃષ્ણને તેને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી દીધો. તેની આ પોસ્ટ પર લોકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો. અર્જુન જણાવે છે તે, તેના મિત્ર શ્રેયસે પણ કિસ્બુની એક તસવીર ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે થોડા દિવસમાં વાઈરલ થઈ ગઈ. તેના પછી કિસ્બુના પરિવારનો તેના મેકઓવર માટે ફોટોશૂટ કરાવવા માટે કોન્ટેક્ટ કરવામાં આવ્યો. પછી સ્ટાઈલિસ્ટ રેમ્યાની મદદથી કિસ્બુનું મેકઓવર કરવામાં આવ્યું. કિસ્બુની જેમ અન્ય ઘણી સામાન્ય છોકરીઓ છે, જેમને સોશિયલ મીડિયાથી ઓળખ મળી.

કોક સ્ટૂડિયો પાકિસ્તાનની 14મી સિઝનના સૌથી લોકપ્રિય ગીતમાંથી એક ‘પસૂરી’ના સિંગર અલી સેઠી અને શે ગિલે પણ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. અલી સેઠીના જાદુઈ અવાજે બધાનું દિલ જીતી લીધું. તેમજ ‘પાકિસ્તાન કી દુઆ લીપા’ નામથી પ્રખ્યાત શે ગિલ લાખો યુવાનોની મ્યુઝિક સેન્સેશન બની ચૂકી છે. 23 વર્ષીય શે ગિલે આ પહેલા ‘ફૈઝ અહેમદ ફૈઝ કી કવિતા’ અને ‘આજ બજાર મેં’ એક લોકલ પબ્લિકેશન માટે રેકોર્ડ કર્યા હતા.

લાહોરની રહેવાસી શેએ ઓછી ઉંમરમાં જ મ્યુઝિક ટ્રેનિંગ લેવાનું શરૂ કરી દીધું હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન ગિલે કહ્યું હતું, કે મારી સિંગિંગની શરૂઆત હોસ્ટેલમાં બેસ્ટ ફ્રેન્ડના રૂમમાં થઈ. જ્યાં અમે એક સાથે રહેતા હતા અને પછી અમે વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેમજ મ્યુઝિક વીડિયો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કર્યા. કરિયરના શરૂઆતના તબક્કામાં કોકો સ્ટૂડિયો માટે ગીત ગાવું મોટી વાત છે.

શેનું માનવું છે કે દરેક વ્યક્તિએ પોતાની પર વિશ્વાસ રાખવો જોઈએ અને સકારાત્મક વિચારની સાથે કામ કરવું જોઈએ. તેની ઈચ્છા પ્રખ્યાત ગાયક એઆર રહેમાનની સાથે કામ કરવાની છે. સાથે જ તે શાસ્ત્રીય સંગીત શીખવા માગે છે.

આ વર્ષે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પ્રખ્યાત ગીત ‘પસૂરી’ યુટ્યુબ પર રિલીઝ થયું, જે કોક સ્ટૂડિયો પાકિસ્તાનની 14મી સિઝનમાં રિલીઝ થનારું છઠ્ઠું ગીત છે.

Similar Posts